૨૦૨૨ જાહેર રજાઓ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા
રાજ્ય સરકારની કચેરીઓ માટે, સરકારના કર્મચારીઓ માટે, બેન્કો માટે જાહેર રજાઓ,
ફરજીયાત રજાઓ અને મરજિયાત રજાઓની યાદી પ્રકાશિત કરવામાં આવી છે.
સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે
ધાર્મિક બાધ વિના તહેવારના પ્રસંગે વધુમાં વધુ બે (૨) મરજીયાત રજાઓ ભોગવી શકશે.
આવી મરજિયાત રજા ભોગવવા અંગેની પરવાનગી માટે અગાઉથી લેખિત અરજી કરવી જોઈએ. અને
સામાન્ય રીતે પરચુરણ રજાઓ મંજુર કરનાર યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા
જોઈને પરવાનગી આપશે. સરકારના કર્મચારીઓએ તેમની પસંદગી પ્રમાણેના આ બે તહેવારની
લીધેલી રજા તેમના પરચુરણ રાજાઓના હિસ્સામાં ઉધારવામાં આવશે નહી.
ઉપર જાહેર કરેલી મુસ્લિમ ધર્મની કોઈ પણ
મરજિયાત રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો તો તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય
તે દિવસે સરકારના મુસ્લિમ કર્મચારીઓને મરજિયાત રજા તરીકે આપી શકાશે.
ગુજરાત સરકાર ગુજરાત રાજ્યમાં આવેલી બેન્કો,
ગુજરાત રાજ્યની પગાર અને હિસાબી કચેરી, તિજોરી/પેટા તિજોરી કચેરીઓ માટે શુક્રવાર,
તારીખ ૧લી, એપ્રિલ, ૨૦૨૨ ના દિવસે તેઓ તેમના વાર્ષિક હિસાબો બંધ કરી શકે તે સારૂ
જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ છે.