Std 9To12 Exam Paper



ધો. ૯ થી ૧૨ ના પરીક્ષાના પ્રશ્નપત્રો

સરકારશ્રીની મંજૂરી અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે શૈક્ષણિક કેલેન્ડરની વિગતો શિક્ષણ વિભાગની કચેરી દ્વારા જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષાની પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.

ધોરણ ૯ થી ૧૨ની પ્રથમ અને પ્રિલીમ/દ્વિતીય તેમજ ધો. ૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષા માટે નીચે મુજબના વિષયોના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મારફતે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવશે. અને બાકીના વિષયોના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી / SVS કક્ષાએથી તૈયાર કરવાના રહેશે.

ધો. ૯-૧૦ : ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન

ધો.૧૧-૧૨ : ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી,

ધો.૧૧-૧૨ : નામાના મૂળતત્વો, વાણીજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર

ઉપરોક્ત નિર્ણય અન્વયે શાળા સંચાલકો તરફથી મળેલ રજુઆતો અન્વયે પ્રથમ પરીક્ષા માટે ઉક્ત નિર્ણય માં ફેરફાર કરવામાં આવેલ હતો. જે મુજબ શાળાઓ બોર્ડના પ્રશ્નપત્રો દ્વારા પરીક્ષા લેવા માંગતી હોય અથાવ પોતાની રીતે અલગથી પ્રશ્નપત્રો તૈયાર કરાવીને પરીક્ષા લેવા માંગતી હોય તો તેઓને બંનેમાંથી કોઇપણ એક વિકલ્પ પસંદ કરવાની છૂટ આપવામાં આવેલ હતી.

ઓફિસીઅલ પરિપત્ર જુઓ


ઓફિસીઅલ પરિપત્ર ડાઉનલોડ કરવા ફોટોલિંક પર ક્લિક કરો