ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ પ્રેક્ટીકલ હોલ ટીકીટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા
માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ,
શિક્ષકો, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચતર
માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ ૧૨) વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પ્રાયોગિક
પરીક્ષા તા: ૦૨-૦૩-૨૦૨૨ થી શરુ થનાર છે.
પરીક્ષાર્થીઓ ના પ્રવેશ પત્ર (હોલ ટીકીટ) તા: ૨૨-૦૨-૨૦૨૨ થી બોર્ડની
વેબસાઈટ પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર
અથવા ઈ-મેઈલ આઈ.ડી. દ્વારા લોગીન કરીને ડાઉનલોડ કરી શકાશે.
પ્રવેશ પત્ર (હોલ ટીકીટ) ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ ૨૦૨૨
પરીક્ષાના આવેદન પત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી,
પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીના સહી સિક્કા કરીને
પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. પ્રવેશપત્ર સાથે ઓનલાઈન મુકવામાં આવેલ “પ્રવેશપત્ર
વિતરણ યાદી” ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીને પ્રવેશપત્ર આપ્યા બદલની સહી
પરીક્ષાર્થી પાસેથી લેવાની રહેશે.
પરીક્ષાર્થીના વિષયો, માધ્યમ કે અન્ય કોઈ વિગતમાં વિસંગતતા જણાય તો બોર્ડની
ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાનપ્રવાહ (ક) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો.
ઓફિસીઅલ પરિપત્ર