First Test 2022 TimeTable Privateપ્રથમ કસોટી સમય પત્રક : ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત

આ વર્ષની પરીક્ષા વખતે પ્રશ્નપત્રો બાબતે ઉપરોક્ત જણાવ્યા મુજબના તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈ ખૂબ જ કાળજીપૂર્વક પરીક્ષાનું આયોજન થાય તે માટે આપના ઉમદા સહકારની ખૂબ જ જરૂરિયાત છે. કોઈના પણ દ્વારા કરવામાં આવેલ થોડી બેકાળજીના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ના મુકાય તેમજ શાળા તથા તેની સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિઓની પ્રતિષ્ઠાને જાણતાં-અજાણતાં કોઈ પણ રીતે હાનિ ન પહોંચે તે માટે ખૂબ જ ગંભીરતા દાખવી આપવામાં આવેલ સમયપત્રક (Time-Table) મુજબ જ પરીક્ષાનું આયોજન થાય તેમજ શાળામાં જવાબદાર વ્યક્તિ પાસે સીલબંધ પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવણી કરવામાં આવે તેનું ચોક્કસ આયોજન કરાવવા આપને નમ્ર વિનંતી છે.

પ્રશ્નપત્રો બાબતે શાળા દ્વારા કોઈ પણ પ્રકારે રાખવામાં આવેલ બેકાળજીના કારણે જો કોઈપણ પ્રશ્નપત્રની ગોપનીયતા બાબતે પ્રશ્ન ઉત્પન્ન થાય છે એવાં સમયે નવનીત પરીક્ષા પેપર્સ નેટવર્ક' દ્વારા FIR નોંધાવી કાયદેસરની પોલિસ દ્વારા કાર્યવાહી કરાવવામાં આવે છે. ઉપર જણાવ્યા મુજબ પોલિસ તપાસ કોઈ પણ સ્થળે થઈ શકે છે. તેમજ આ કૃત્ય કરનારા વ્યક્તિઓ કદાચિત કોઈ શાળા, ટ્યૂશન ક્લાસીસ વગેરે સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે. એટલે પ્રશ્નપત્રો બાબતે આપની શાળાની પ્રતિષ્ઠાને હાની ન પહોંચે તે માટે ગંભીરતા દાખવી આપની ન પાસેના પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવી રાખવાની તેમજ આપવામાં આવેલ સમયપત્રક (Time Table) મુજબ જ પરીક્ષાનું આયોજન થાય તેની સંપૂર્ણ તેમજ અંતિમ જવાબદારી જે-તે શાળાનાં સંચાલકશ્રી/ આચાર્યશ્રીની રહેશે.

પ્રથમ કસોટી : પ્રાથમિક વિભાગ સમયપત્રકપ્રથમ કસોટી : ધો. ૯ થી ૧૨ સમયપત્રક