NEET 2022 Result Data



NEET 2022 Result Analysis

 

મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે 17મી જુલાઇએ લેવાયેલી નીટનું પરિણામ ૭ સપ્ટેમ્બરે ૧૨ વાગ્યા પછી જાહેર કરાયું હતું. આ પરિણામ 9,93,069 વિદ્યાર્થી ક્વોલીફાઇ થયા હતા. અમદાવાદમાંથી એક વિદ્યાર્થીએ ટોપ 50માં 16માં ક્રમે સ્થાન મેળવ્યું હતું. જયારે ગુજરાતના કુલ પાંચ વિદ્યાર્થી ટોપ 50માં આવ્યા હતા. ગુજરાતમાંથી અંદાજે 42 હજાર વિદ્યાર્થીનીટ પાસ કરવામાં સફળ રહ્યા છે.

 નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૭ મી સપ્ટેમ્બરે પરિણામની જાહેરાત કર્યા બાદ આખો દિવસ પસાર થયા બાદ રાત્રે પરિણામ જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં કુલ 18,73,343 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 17,64,571 વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જાહેર કરાયેલા પરિણામમાં 9,93,069 વિદ્યાર્થી ક્વોલીફાઇ થયા હતા. ગુજરાતમાંથી અંદાજે 64,૦૦૦ વિદ્યાર્થીએ નીટ આપી હતી. જે પૈકી 12,૦૦૦ વિદ્યાર્થીઓએ નીટ પાસ કરી હતી. અમદાવાદમાં જય રાજયગુરુ પ્રથમ અને ઓલ ઇન્ડિયામાં 16માં રેંકમાં આવ્યો હતો. વડોદરાની વિદ્યાર્થિની જીલ વ્યાસ ઓલ ઇન્ડિયામાં ૯ માં ક્રમે આવી હતી. આ સિવાય ત્રણ વિદ્યાર્થી ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. ગુજરાતી સહિત કુલ 13 ભાષામાં નીટ લેવાઈ હતી. આ પરિણામના આધારે આગામી દિવસોમાં સૌથી પહેલા ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ સ્ટેટ ક્વોટા માટે કાર્યવાહી શરૂ કરાશે. ગતવર્ષની સરખામણીમાં અંદાજે એક લાખ વધુ વિદ્યાર્થી નીટમાં પાસ થયા છે. જોકે, ગતવર્ષ કરતાં બે લાખ જેટલા વિદ્યાર્થી વધારે નીટમાં ઉપસ્થિત રહ્યા હતા.

NEET 2022 Result, NEET 2022 Result Data, NEET 2022 Result Data Analysis