ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ઓગષ્ટ 2024 માં ધો.09 અને ધો.10 પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી આધારે પ્રશ્નપત્ર તૈયાર કરવાની સૂચનાઓ
તમામ શાળાઓએ કસોટીપત્ર પ્રશ્નબેંકમાંથી જ તૈયાર કરવાનું રહેશે. કસોટીપત્રના તમામ પ્રશ્નો એક જ યુનિટમાંથી તૈયાર ન થાય તે ધ્યાને રાખી પ્રશ્નો પસંદ કરવાના રહેશે.
પ્રશ્નબેંકમાંથી પસંદ કરેલ પ્રશ્નો વર્ગખંડમાં બોલીને,
બ્લેકબોર્ડ પર લખીને કે પ્રિન્ટેડ નકલ સ્વરૂપે
વિદ્યાર્થીઓને આપી કસોટી યોજવા શાળા પોતાની અનુકૂળતા મુજબ આયોજન કરી શકશે. *
વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે GHE
પ્રશ્નબેંક આપેલ છે. શાળાઓએ પ્રશ્નબેંકની સૂચનાઓને આધારે
પ્રશ્નો પસંદ કરી કસોટીપત્ર તૈયાર કરવાનું રહેશે. જો કોઈ ભાષાદોષ કે જોડણીદોષ જણાય
તો સંબંધિત વિષય અને માધ્યમના પાઠ્યપુસ્તકને ધ્યાને રાખી સ્થાનિક કક્ષાએ સુધારો
કરી શકો છો.
દરેક વિષયની પ્રશ્નબેંક લર્નિંગ આઉટકમ મુજબ તૈયાર કરેલ છે.
શાળાએ દરેક લર્નિંગ આઉટકમ હેઠળ આપેલ પ્રશ્નોમાંથી કસોટી તૈયાર કરતી વખતે પ્રશ્નોના
ક્રમ સળંગ રાખવા.
આપેલ પ્રશ્નબેંકમાંથી 25 ગુણની કસોટી તૈયાર કરવી અને કસોટીના ઉત્તરો લખવા માટેનો સમય એક કલાકનો રાખવો.