Fees Control Act



ફી નિયંત્રણ (નિયમન) કાયદો
ખાનગી શાળાઓ દ્વારા લેવાતી આડેધડ ફી ની સામે નિયંત્રણ મુકવા સરકાર દ્વારા ફી નિયમન ધારો (કાયદો) ઘડવામાં આવ્યો છે. હવે થી ખાનગી શાળાઓ વધુ પડતી ફી લઇ શકશે નહીં.

ફી વધારો અટકાવવાની દિશામાં રાજ્ય સરકારનું ઐતિહાસિક કદમ:
* પ્રાથમિક શાળા માટે રૂ. ૧૫,૦૦૦/- વાર્ષિક ફી
* માધ્યમિક અને ઉ. માધ્યમિક (સા. પ્ર) માટે રૂ. ૨૫,૦૦૦/- વાર્ષિક ફી અને
* ઉ. માધ્યમિક (વિ.પ્ર) માટે રૂ. ૨૭,૦૦૦/- વાર્ષિક ફીનું ધોરણ

ઉપરોક્ત જણાવ્યા મુજબની નિર્ધારિત ફી કરતાં વધુ ફી લેતી હશે તેવી શાળાઓએ કમિટી સમક્ષ વાજબીપણું  પૂરવાર કરવાનું રહેશે.

ફી નિર્ધારણ માટે શાળાનો વિસ્તાર, સુવિધા, વર્ગખંડોની સંખ્યા, શિક્ષકોનો પગાર, નિભાવણી ખર્ચ વગેરે પરિબળો સમિતિ દ્વારા ધ્યાને લેવામાં આવશે.

શાળાઓ માટે દંડની પણ જોગવાઇ કરાઇ છે. ઉપરાંત સમિતી દ્વારા શાળા ફીની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે જે મુજબ શિક્ષણ ફી, સત્ર ફી, બાંહેધરી ફી, ગ્રંથાલય ફી, પ્રવેશ ફી, પ્રયોગશાળા ફી, યોગ અને શારીરીક શિક્ષણ ફી, પરીક્ષા ફી, જીમખાના ફી તેમજ સમિતિ નક્કી કરે તેવી અન્ય ફીનો સમાવેશ શાળા ફી માં થાય છે.

* જનજાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ ન્યુઝ પેપર્સમાં આપવામાં આવેલ જાહેરાત જોવા અહીં ક્લિક કરો.

* સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલ ૩૪ પાનાનો ફી નિયમન ધારો (આફિસિયલ ગેજેટ) જોવા માટે અહીં ક્લિક કરો.

* અન્ય નિયમો ૧૪ પાનાનો ઓફિસિયલ ગેજેટ પાર્ટ - ૨ જોવા અહીં ક્લિક કરો.