Sasta Petrol



SBIનાં 40 લાખ ગ્રાહકોને મળશે સસ્તું પેટ્રોલ
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ એકમે પોતાના અંદાજે 40 લાખ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. એસબીઆઈ કાર્ડે ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે ફ્યૂઅલ સરચાર્જને 2.5 ટકાથી ઘટાડીને 1 ટકા કર્યો છે. એસબીઆઈ કાર્ડે પગલું ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ કપાતને ધ્યાનમાં રાખીને લીધું છે.
એસબીઆઈ ક્રેડિટ કાર્ડ કંપનીએ એક નિવેદન જારી કરતાં જણાવ્યું કે 26 એપ્રિલથી ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર તમારા એસબીઆઈ કાર્ડ પર ફ્યૂઅલ સરચાર્જ 2.5 ટકાની જગ્યાએ 1 ટકા લાગશે. એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ વિજય જૈસૂજાએ કહ્યું કે, ફ્યૂઅલ ચાર્જમાં ઘટાડો ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ ઘટાડા બાદ કરવામાં આવ્યો છે.
SBI કાર્ડે ધોડા દિવસ પહેલા 2,000 રૂપિયાથી ઓછી રકમનું ચેકથી પેમેન્ટ કરવા પર 100 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે. એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ વિજય જૈસૂજા અનુસાર પેમેન્ટની તારીખ નજીક આવવા પર ડ્રોપ બોક્સમાં મોટી સંખ્યામાં ચેક નાંખવામાં આવે છે.

તેનાથી લેટ પેમેન્ટ ચાર્જને લઈને વિવાદ થાય છે. માટે અમે ચેકથી પેમેન્ટ્સનું ચલણ ખત્મ કરવાની દિશામાં નિર્ણય કર્યો છે. જૈસૂજા જણાવે છેકે, ચેક દ્વારા પેમેન્ટ કરનારા કુલ 8 ટકા લોકોમાંથી 8 ટકાના બિલ 2,000 રૂપિયાથી વધારે હોય છે. એવામાં માત્ર 2 ટકા લોકોએ ચાર્જ ચૂકવવો પડશે.

આ માટે ન્યુઝ ચેનલની વેબસાઇટ પર આવેલ ઓફિસિયલ ન્યુઝ રીપોર્ટ જોવા અહીં ક્લિક કરો