SBI ટૂંકમાં જ બ્લોક કરી
શકે છે પોતાના જૂના ATM કાર્ડ
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બચત ખાતા પર વ્યાજ દર ઘટાડનારી
પ્રથમ બંક હતી. હવે એસબીઆઈ ગ્રાહકોના ATM કાર્ડને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર એસબીઆઈ
પોતાના જૂના ગ્રાહકોને એટીએમ કાર્ડ બદલી રહી ચે અને બદલામાં ઈવીએમ ચિપ આધારિત
ડેબિટ કાર્ડ જારી કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, એસબીઆઈના જે ગ્રાહકો 30 સપ્ટેમ્બર 2017
પહેલા પોતાના એટીએમ
કાર્ડ બદલાવશે નહીં તેના કાર્ડ બ્લોક કરી દેશે.જોકે, એસબીઆઈ તરફથી એટીએમ કાર્ડ બ્લોક કરવાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશની સૌથી મોટી બેંકે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બેંક જૂના મેગ્નેટિક સ્ટ્રિપવાળા ડેબિટ કાર્ડ બદલી રહી છે. તેના સ્થાને હવે નવા ઈવીએમ ચિપવાળા કાર્ડ જારી કરવામાં આવી રહ્યા છે. બેંકે પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ સંદર્ભમાં જાણકારી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
SBIએ એક નિવેદનમાં
કહ્યું કે, ગ્રાહકોએ પોતાના
ડેબિટ કાર્ડ બદલાવ માટે બેંક આવવાનું રહેશે અથવા તે ઓનલાઈન બેન્કિંગ દ્વારા નવા
ઈવીએમ કાર્ડ માટે અરજી કરી શકે છે. તમને જણાવીએ કે, વિતેલા વર્ષે જ ભારતીય રિઝર્વ બેંકે બેંકોને આદેશ આપ્યો હતો કે તે
મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડની જગ્યાએ સુરક્ષિત ઈવીએમ ચિપ આધારિત કાર્ડ જારી કરે.
આ નિર્દેશ એટીએમ અને ડેબિટ કાર્ડના ક્લોનિંગ અને અન્ય પ્રકારની છેતરપીંડિ પર અંકુશ
મેળવવામાં માટે આપવામાં આવ્યા હતા.
જૂના એટીએમ અને ડેબિટ કાર્ડના પાછળના ભાગમાં એક કાળી પટ્ટી જોવા મળે
છે. આ જ કાળી પટ્ટી મેગ્નેટિક સ્ટ્રિપ છે જેમાં તમને ખાતાની સંપૂર્ણ જાણકારી
નોંધાયેલ હોય છે. એટીએમમાં તેનેં સ્વાઈપ કર્યા બાદ પિન નંબર નાંખતા જ તમારા
ખાતામાંથી રૂપિયા ઉપાડી શકાય છે. ખરીદી સમયે આવા કાર્ડને સ્વાઈપ કરવામાં આવે છે. EVM ચિપવાળા ડેબિટ અથવા
ક્રેડિટ કાર્ડ પર એક નાની ચિપ લાગેલ હોય છે જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી
હોય છે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હોય છે જેથી તેનો ડેટા કોઈ ચોરી ન કરી શકે.
To view the source of this news click here
To view the source of this news click here