ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રી માટે ખુશખબર, આ 3 ટ્રેનના ભાડા ઘટશે
ભારતીય રેલ્વે ટૂંક સમયમાં રેલ્વે મુસાફરોને રાહત આપી છે. ટૂંક સમયમાંજ શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનની ટિકીટ સસ્તી થઇ શકે છે. રેલ્વે મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું છે કે જે સમયે ટ્રેન પૂર્ણ રીતે બુક ન થાય તેમજ ઓફ સીઝન હોય છે, તે દરમિયાન ફ્લાઇટની જેમ ફ્લેક્સી-ફેયર સિસ્ટમ લાગૂ કરવામાં આવે.
રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ફ્લેક્સી ફેયર સિસ્ટમી સમીક્ષા કરવામાં આવી રહી છે. ઓફ સીઝનમાં અને જ્યારે પણ ટ્રેનની દરેક ટિકીટ ન વેંચાય તો અમે ભાડામાં રાહત આપી શકીએ છીએ. ભારતીય રેલ્વે આ ટ્રેન માટે વર્ષ 2016માં ફ્લેક્સી ફેયર સિસ્ટમ લાગૂ કરી હતી. પરંતુ આ ફક્ત એક જ દિશામાં ચાલી રહ્યું છે. જેમા ભાડું સતત વધતુ રહે છે. એટલે કે 10 ટકા ટિકીટ વેંચવા પર 10 ટકા ભાડામાં વધારો થશે.રેલ્વેના આ પગલાંથી 2016ના સપ્ટેમ્બરથી લઇને 2017ના ઓગસ્ટ સુધી વધારાની 540 કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
ઉલ્લેખનીય છે કે ફ્લેક્સી ફેયર સિસ્સટ હેઠળ 10 ટકા સીટ બુક થયા બાદ ભાડું 10 ટકા વધી જાય છે.10-50 ટકાની બુકિંગ પર ભાડામાં 10 ટકા સુધીનો વધારો થાય છે. જ્યારે 50 ટકા સીટ બુક થયા બાદ ભાડામાં 50 ટકાનો વધારો થઇ શકે છે.