Pruthvi Shaw



સચિન, લારા અને વિરાટના ક્લબમાં સામેલ થયો 18 વર્ષનો ખેલાડી
ભારતની અંડર-19ના કેપ્ટન પૃથ્વી શૉ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વેસ્ટઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા અને ભારતીય ટીમના અત્યારના કેપ્ટન વિરાટ કોહલીની ક્લબમાં શામેલ થઈ ચુક્યો છે. પૃથ્વી શૉને લોકપ્રિય ટાયર કંપની MRF કરારબદ્ધ કર્યો છે. મતલબ કે, હવે જ્યારે પૃથ્વી બેટિંગ કરવા ઉતરશે ત્યારે તેના બેટ પર MRF કંપનીનો લોગો હશે.
પૃથ્વી શૉએ MRF સાથે કરાર કરીને દુનિયાના શાનદાર ક્રિકેટર્સની લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ પણ છે. 18 વર્ષનો ખેલાડીએ પ્રથમ શ્રેણીની પહેલી આઠ મેચોમાં પાંચ સેન્ચ્યુરી ફટકારી ચુક્યો છે. સિવાય પૃથ્વીએ રણજી અને દુલીપ ટ્રોફીની પોતાની પહેલી મેચમાં સદી ફટકારી હતી.
કરાર બાબતે વાત કરતા પૃથ્વીએ જણાવ્યું કે, ‘ મારા માટે ખૂબ સન્માનની વાત છે અને હું ટૂંક સમયમાં MRFના બેટ સાથે રમતો દેખાઈશ. હું સચિન અને લારાને બેટ સાથે રમતા જોઈને મોટો થયો છું. વિરાટ પણ કંપનીના બેટ સાથે રમે છે. હું માટે કંપનીનો આભાર માનું છું.હાલમાં MRFનો કરાર વિરાટ કોહલી, શિખર ધવન અને એબી ડીવિલિયર્સ સાથે છે.
MRFના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર કેએમ મમ્મને જણાવ્યું હતું કે, તેમની કંપની હંમેશાં ઉત્કૃષ્ટ ખેલાડીઓને સપોર્ટ કરે છે. માત્ર નેશનલ નહીં ઈન્ટરનેશનલ સ્તરે પણ કંપની ટેલેન્ટેડ ખેલાડીઓની મદદ માટે હંમેશાં પ્રયત્નશીલ છે. પૃથ્વી શૉને કંપની સાથે જોડીને અમે ખુશ છીએ અને તે શાનદાર પ્રદર્શન જાળવી રાખશે તેવી આશા છે.