Indian Cricket Team Ranking



ભારતીય ટીમને થયું એક પોઇન્ટનું નુકસાન વન-ડે રેન્કિંગમાં બીજા સ્થાને
શ્રીલંકા સામે 2-1થી વન-ડે સિરીઝ જીતવા છતાં ભારતીય ટીમને એક પોઇન્ટનું નુકસાન થતાં 119 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે સાઉથ આફ્રિકાએ 121 પોઇન્ટ સાથે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયા 114 પોઇન્ટ સાથે ત્રીજા અને ઇંગ્લન્ડ 114 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
પાંચમા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડના 111 પોઇન્ટ છે. 99 પોઇન્ટ સાથે પાકિસ્તાન છઠ્ઠા અને 92 પોઇન્ટ સાથે બાંગ્લાદેશ સાતમા સ્થાને છે. શ્રીલંકાને એક પોઇન્ટનું નુકસાન થતાં 84 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે. 77 પોઇન્ટ સાથે વિન્ડીઝ નવમા અને 54 પોઇન્ટ સાથે અફઘાનિસ્તાન 10મા સ્થાને છે.
ટી-20 સિરીઝમાં ભારતને બીજા સ્થાને પહોંચવાની તક
ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને રહેલી ભારતીય ટીમ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ 2-1થી જીતતાં નંબર વનનું સ્થાન મેળવવાનું ચૂકી ગઈ હતી. ભારત ટી-20માં પાંચમા સ્થાને છે અને તેના કુલ 119 પોઇન્ટ છે પરંતુ બીજા અને ત્રીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ કરતાં માત્ર એક પોઇન્ટ પાછળ છે. ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ 120-120 પોઇન્ટ સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ 119 પોઇન્ટ સાથે ચોથા નંબરે છે. જો ભારત -0થી સિરીઝ જીતે તો બીજા સ્થાને પહોંચી શકે છે. ટી-20માં પાકિસ્તાનની ટીમ 124 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે.