Indian Team For Africa Tour



આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન
આાગમી વર્ષે સાઉથ આફ્રિકા સામે યોજાનારી વન-ડે મેચની સિરીઝ માટે બીસીસીઆઈ દ્વારા ૧૭ સભ્યોવાળી ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં ઝડપી બોલર મોહંમદ શમી અને શાર્દુલ ઠાકુરને સ્થાન અપાયું છે. લગ્નને કારણે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાંમાંથી આરામ લેનાર વિરાટ કોહલીને ફરી ટીમની કમાન સોંપાઈ છે.
ઇજાને કારણે શ્રીલંકા સામેની વન-ડે અને ટી-૨૦ સિરીઝમાંથી બહાર થયેલા કેદાર જાધવની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત ઝડપી બોલર સિદ્ધાર્થ કોલ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન અપાયું છે. જોકે, શાનદાર ફોર્મમાં ચાલી રહેલી લોકેશ રાહુલ અને ઝડપી બોલર ઉમેશ યાદવનો સમાવેશ કરાયો નથી. બે દિવસ પહેલાં યો-યો ટેસ્ટ પાસ કરનાર સુરેશ રૈનાને પણ ટીમમાં સ્થાન અપાયું નથી. ઉપરાંત ટેસ્ટના સ્પેશિયાલિસ્ટ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને ફરી વન-ડે ટીમમાં સ્થાન અપાયું નથી. રીતે બીસીસીઆઈ દ્વારા જાડેજા અને અશ્વિનને એક રીતે ટેસ્ટના સ્પેશિયાલિસ્ટ બોલર બનાવી દેવાયા છે. અક્ષર પટેલ અને ર્હાિદક પંડયાને ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સામેલ કરાયા છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ વન-ડે એક ફેબ્રુઆરીએ ડરબનમાં રમાશે. બીજી ચોથી ફેબ્રુઆરીએ સેન્ચુરિયનમાં, ત્રીજી સાત ફેબ્રુઆરીએ કેપટાઉનમાં, ચોથી અને પાંચમી વન-ડે ક્રમશઃ ૧૦ અને ૧૩ ફેબ્રુઆરીએ જોહાનિસબર્ગ અને પોર્ટ એલિઝાબેથમાં રમાશે. છઠ્ઠી વન-ડે ૧૬મી ફેબ્રુઆરીએ સેન્ચયુરિયનમાં રમાશે.

ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, દિનેશ ર્કાિતક, એમ. એસ. ધોની, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, ર્હાિદક પંડયા, મોહંમદ શમી, શાર્દુલ ઠાકુર.