Redmi New Phones



Xiaomi લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, કિંમત જાણવા કરો ક્લિક

Xiaomi તેના નવા બે સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. તસવીરોમાં ફોનની ડિઝાઈન અને લુક વિશે વધારે જાણકારી મળે છે. ફોનમાં 18:9 રેશિયો વાળી ડિસ્પલે જોઈ શકાય છે. ફોનમાં બેઝલ બહુ પાતળું રાખવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે Redmi 5ને ચીનની ટેલિકોમ્યુનિકેશન સર્ટિફિકેટ સાઈટ ટીના પર જોવા મળ્યો હતો. પોતાના ટ્વિટર પોસ્ટમાં સૂંગે કહ્યું કે, શું બધા લોકો નવા Redmi 5 અને Redmi 5 plus સ્માર્ટફોન માટે તૈયાર છો? અમે ચીનમાં 7 ડિસેમ્બરે બે નવા ડિવાઈસ લોન્ચ કરી રહ્યા છીએ. તેમની પહેલી ઝલક અહી જુઓ.જો લિસ્ટીંગ સાચુ હશે તો સ્માર્ટફોનના ઘણા સ્પેસિફિકેશન વિશે પહેલાથી જાણ થઈ છે. ફોનની કિંમતની જાણકારી પણ એક રિપોર્ટમાં સામે આવી છે.
ઉપરાંત નેવિગેશન માટે કેપેસિટિવ નેવિગેશન હાર્ડવેર બટન નથી આપવામાં આવ્યા. ફોનમાં ફ્લેશ મોડ્યુલની નીચે રિયર પર એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોઈ શકાય છે. બંને ડિવાઈસની ડિઝાઈનમાં કોઈ તફાવત નથી. પરંતુ તેના સ્પેસિફિકેશનમાં અંતર હોવાની ઉમ્મિદ છે.

સ્પેસિફિકેશન નીચે પ્રમાણે છે
– Redmi 5
માં 5.7 ઈંચની ડિસ્પલે આપેલી છે જ્યારે Redmi 5plusમાં 5.99 ઈંચની ડિસ્પલે છે.
– Redmi 5
માં સ્નેપડ્રેગન 450 અને Redmi 5 plusમાં 625 પ્રોસેસર છે.
સ્માર્ટફોન્સમાં ઓક્ટાકોર પ્રોસેસર લાગેલું છે અને તે 2GB+16GB, 3GB+32GB અને 4GB+64GBના મેમરી કોમ્બિનેશન સાથે આપવામાં આવ્યું છે.
– Redmi 5
માં 3300mAhની અને Redmi 5 plus 4000mAhની બેટરી આપવામાં આવી છે.
– Redmi 5
અને Redmi 5 plusમાં 12MPનો રિયર કેમેરા છે અને સેલ્ફી માટે 5MP કેમેરા આપ્યો છે.
– Redmi 5
ના 2GB/16GB વેરિયન્ટની કિંમત લગભગ 7800 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 3GB/32GB વાળા વેરિયન્ટની કિંમત લગભગ 8,800 રૂપિયા છે.
– Redmi 5
બ્લેક, પિંક અને લાઈટ બ્લૂ કલર્સમાં ઉપલબ્ધ છે તો Redmi 5 plus માત્ર બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
– Redmi 5 plus 3GB
રેમ/32 GB ઈન્ટરનલ મેમરી વાળા વેરિયન્ટની કિંમત લગભગ 9,700 રૂપિયા રાખવામાં આવી છે. 4GB રેમ/64 GB ઈન્ટરનલ મેમરી વાળા ટોપ વેરિયન્ટની કિંમત લગભગ 12,700 રૂપિયા રાખવામાં આવી છે.