Whatsapp and FB Merger



Whatsapp અને facebook થશે એક, લોકોને મળશે ફાયદો

જો તમે ફેસબુક પર જાહેરાત આપો છો, તો ફેસબુકે પોતાના અન્ય પ્લેટફોર્મ વોટ્સએપ પર ભાગીદારીમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે. ફેસબુકે નવું ક્લિક-ટુ-વોટ્સએપબટન પોતાના પ્લેટફોર્મ પર લોન્ચ કરી દીધું છે. તેનાથી જાહેરાત આપનાર વોટ્સએપના લગભગ 1 કરોડ યુઝર્સ સાથે કનેક્ટ થઈ શકશે.
આઈએનએસની ખબર મુજબ, ફેસબુકના બે અરબથી પણ વધારે યુઝર્સ છે. કંપનીએ ટેક ક્રંચને શુક્રવારે જણાવ્યું કે અમે ફીચરને ધીમે-ધીમે લાગૂ કરી રહ્યા છીએ, જેને પહેલા ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના મોટા ભાગના દેશોમાં લોન્ચ કરવામાં આવશે.
ફેસબુકના પ્રોડક્ટ માર્કેટિંગ મેનેજર, પંચમ ગજ્જર દ્વારા જાણવા મળ્યું છે કે, મોટાભાગના લોકો પહેલા બિઝનેસમાં સંચાર માટે વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. સંપર્કમાં રહેવા માટે સરળ અને ઝડપી રીત ગણાય છે.
તેમણે વધૂમાં કહ્યું કે, ફેસબુક જાહેરાતો પર ક્લિક-ટૂ-વોટ્સએપ બટન જોડવાથી બિઝનેસ માટે હવે લોકોને પોતાના પ્રોડક્ટ સાથે જોડવામાં સરળતા મળશે. ફેસબુકે કહ્યું કે હાલમાં 10 લાખથી વધારે પેજોએ પોતાની પોસ્ટ્સમાં વોટ્સઅપ નંબર જોડ્યા છે.
પહેલા જાણકારી મળી હતી કે ફેસબુક ગ્રીટિંગ્સ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેનાથી ફેસબુક યુઝર્સ જલ્દી પોતાના ફેસબુક ફ્રેન્ડ્સને અનોખી રીતે વાતચીત કરવા માટે ઘણા પ્રકારના ગ્રીટિંગ્સ મોકલી શકશે.
નવા ફીચરમાં પોક ઉપરાંત વિન્ક અને હાઈ-ફાઈવ જેવા ઘણા ઓપ્શન હશે. નેશનની રિપોર્ટ અનુસાર, વિકલ્પોને બ્રિટન, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા અને ફ્રાંસમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અને પોકની વર્ષગાંઠ પર તેને રિલીઝ કરવામાં આવશે.