Hike New Feature J18



Hikeના નવા ફીચરથી ઈન્ટરનેટ વગર યુઝર્સ કરી શકશે ચેટિંગ અને મની ટ્રાંસફર
હાઈક પોતાની નવી પ્રોડક્ટ Totalને લોન્ચ કરી દીઘી છે, જે સસ્તી કિંમત વાળા મોબાઈલ ફોનના એન્ડ્રોઈડ ઓએસની સાથે કનેક્ટ છે અને ઈન્ટરનેટ કનેક્શન વગર પણ ચેટ, મની ટ્રાંસફર, હોરોસ્કોપ, ન્યૂઝ અને રિચાર્જ જેવી સર્વિસ સ્માર્ટફોનમાં આપે છે. Hike Totalને એરટેલ અને બીએસએનલ નેટવર્ક પર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં પહેલાથી લોડ થઈને આવશે અને ઓપરેટિંગ સિસ્ટમનો પાર્ટ હશે. ફોન શરૂ થવાની સાથે નંબરની સાથે જાતે રજીસ્ટ્રેશન થઈ જશે. શરૂઆતમાં કાર્બન અને ઈન્ટેક્સ તેના માટે ફોન લોન્ચ કરવા જઈ રહી છે જેની કિંમત 3,000 રૂપિયાની આસપાસ રહેશે.
કાર્બન બે અને ઈન્ટેક્સ ત્રણ હેન્ડસેટ લાવશે. કાર્બન ઘોષણા કરી છે કે તે 1,000 રૂપિયાનું કેશબેક પણ આપશે. Hikeના ક્વિન ભારતી મિત્તલે જણાવ્યું કે, આગળ જતા વધારે હેન્ડસેટ અને નેટવર્ક ઓપરેટર્સને તેમાં લાવામાં આવશે. Hike Totalને તમે બીજી એપની જેમ ડાઉનલોડ નહી કરી શકો.
તેમણા અનુસાર, USSD આધારિત ઈન્ટરનેટ કનેક્શન વગર સુવિધાને પેટેન્ટ કરવામાં આવી છે. પરંતુ ફોટો મોકલવા માટે અને કેટલાંક ફીચર માટે ઈન્ટરનેટ જોઈશે. તેના માટે Total પર દરરોજ એક રૂપિયા સુધી ડેટા પેકની સુવિધા આપવામાં આવશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટોટલ, બિલ્ટ બાઈ હાઈકથી તમામ જાણકારી મળશે જે આજે ઈન્ટરનેટની દુનિયામાં ઉપલબ્ધ છે. લોકો માટે સુવિધા લેવી પણ સરળ છે.