Oppo New Mobile J18



Oppo લોન્ચ કરશે નવો સ્માર્ટફોન
ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની Oppo 20 જાન્યુઆરી પોતાનો નવો સ્માર્ટફોન Oppo A83 લોન્ચ કરશે. તેની જાણકારી કંપનીએ ટ્વીટર દ્વારા આપી હતી. રિપોર્ટના અનુસાર, ભારતીય બજારોમાં તેની કિંમત લગભગ 13,900 રૂપિયા હશે.
Oppo A83માં 5.7 ઈંચની ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720 x1440 પિક્સલ છે. તે 18:9 રેશિયો સાથે આવશે. ફોનમાં 4 જીબી રેમ અને 32 જીબી સુંધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.
એન્ડ્રોઈડ 7.1 નૂગા આધારિત કલરઓએસ 3.2 પર ચાલતા સ્માર્ટફોનમાં 2.5 ગીગાહર્ટઝ ઓક્ટા-કોર પ્રોસેસર છે. કેમેરાની વાત કરીએ તો તેમાં એલઈડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
સ્માર્ટફોનનો ફ્રંટ કેમેરો એઆઈ બ્યૂટી ટેક્નોલોજી સપોર્ટ કરે છે જેના દ્વારા તે ફેસ અનલોક ફીચર તરીકે પણ કામ કરશે. કંપનીનો દાવો છે કે ફેસ અનલોક ફીચર 0.18 સેકન્ડમાં ફોનને અનલોક કરશે.

સ્માર્ટફોન 3180 એમએએચ બેટરી છે. કનેક્ટિવિટી માટે 4G VoLTE, વાઈ-ફાઈ 802.11 A/B/G/N બ્લૂટૂથ 4.2, જીપીએસ, ગ્લોનાસ અને માઈક્રો યૂએસબી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.