આજે
`મિનિ
બજે’ટ, પેટ્રોલ-ડીઝલ
સસ્તાં થઈ
શકે
સામાન્ય બજેટ
દર
વર્ષે
પહેલી
ફેબ્રુઆરીએ
રજૂ
થાય
છે, પરંતુ
આ
વર્ષે
અડધું
બજેટ
આજે
રજૂ
થવાની
સંભાવના
છે.
સામાન્ય
બજેટ
અગાઉ
આજે
દિલ્હીમાં જીએસટી
કાઉન્સિલની
મહત્વની
25મી
બેઠકનો
આરંભ
થઈ
ગયો
છે. અગાઉ
જીએસટીના
વેરા
અંગે
બજેટમાં
નિર્ણય
કરાતો
હતો.
હવે
જીએસટી
કાઉન્સિલ
આ
નિર્ણય
કરે
છે.
જીએસટી
કાઉન્સિલની
આ
બેઠકમાં
અનેક
મહત્વના
નિર્ણય
લેવામાં
આવે
તેવી
શક્યતા
છે.
આ
નિર્ણયથી
આમ
આદમીને
મોટી
રાહત
મળે
તેમ
મનાય
છે.
જીએસટી
કાઉન્સિલની
25મી
બેઠક
આખો
દિવસ
ચાલુ
રહે
તેવી
શક્યતા
છે.
જીએસટી કાઉન્સિલની
બેઠકમાં રિયલ
એસ્ટેટને
નવી
ટેક્સ
સિસ્ટમમાં
આવરી
લેવાનો
મહત્વનો
એજન્ડા
છે.
સરકારના
પ્રયાસો
પણ
રિયલ
એસ્ટેટને
જીએસટીમાં
અધિકાર
ક્ષેત્રમાં
લાવવાના
છે.
દેશભરમાં
પેટ્રોલ
અને
ડીઝલના
ભાવ
વિક્રમ
સપાટીએ
પહોંચી
ગયા
છે
અને
સરકાર
પણ
આ
કારણે
મુશ્કેલી
અનુભવે
છે.
જીએસટી કાઉન્સિલની
બેઠકમાં
સંભવિત
મહત્વના
નિર્ણય
-ડિજિટલ
કેમેરા
પર
જીએસટીના
દર
28 ટકાથી
ઘટાડી
18 ટકા
થઈ
શકે.
-ખેડૂતો
દ્વારા
ઉપયોગમાં
લેવામાં
આવતાં
ખેતી
સાથે
સંકળાયેલા
સાધનો
પર
ફલેટ
પાંચ
ટકા
જીએસટી
લાગુ
કરાય.
હાલમાં
આ
સાધનો
પર
જીએસટીનો
દર
પાંચથી
15 ટકા
છે.
-ઈલેક્ટ્રિક
વ્હીકલ
પરના
ટેકસમાં
થઈ
શકે
ઘટાડો.
-કમ્પોઝિશન
સ્કીમની
મર્યાદા
રૂ.
1.5 કરોડથી
વધારી
3થી
5 કરોડ
થઈ
શકે
છે.
-જીએસટીઆર-1, જીએસટીઆર-2 અને
જીએસટી-3 ફોર્મ
નાબુદ
કરી
એક
જ
ફોર્મ
હોઈ
શકે
છે.
-ઈ-વે
બિલ
પહેલી
ફેબ્રુઆરીથી
લાગુ
થનાર
છે.
તેનો
કેવી
રીતે
અમલ
કરાય
તે
અંગે
નિર્ણય
લેવાય.
-બેન્ક, વીમા
અને
નાણાકીય
સંસ્થાઓ
માટે
સેન્ટ્રલાઈઝડ
રજિસ્ટ્રેશનની
સુવિધા
મળી
શકે
છે.
હાલમાં
તેમને
દરેક
રાજ્યમાં
રજિસ્ટ્રેશન
કરાવવું
પડે
છે.
ઈનપુટ ટેક્સ
ક્રેડિટ
સાથે
સંકળાયેલા
કેટલાક
પ્રતિબંધનો
અંત
લવાય.