Know Your Death Time



ટેક્નોલોજીની મદદથી તમે જાણી શકશો ક્યારે થશે તમારું મૃત્યુ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ મૃત્યુનું અનુમાન લગાવા માટે કરવામાં આવે છે, આવું સાંભળવામાં નવાઈ લાગશે. પરંતુ રિસર્ચર્સ એક એવી ટેક્નોલોજીને સસ્ટેનેબલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે કોઈ દર્દીને નજીકના ભવિષ્યમાં તેના મૃત્યુના જોખમ વિશે ડોક્ટરોને એલર્ટ કરી શકે છે. તેનાથી ડોક્ટર્સ દર્દી અને તેના સંબંધીઓનો સંપર્ક કરીને તેની જીંદગીને પુરી કરવા માટે કહી શકે છે.
પ્રયાસ સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીની એક ટીમે કર્યો છે. રિસર્ચર્સને ડીપ લર્નિંગ નામના મશીનનો ઉપયોગ લર્નિંગ ટેકનોલોજી તરીકે કર્યો હતો. જે ફિલ્ટર કરવા માટે ન્યૂરલ નેટવર્કનો ઉપયોગ કરે છે.
રીતે કામ કરે છે મશીન :
મોડલને તૈયાર કરવામાં આવ્યા પછી રિસર્ચર્સની ટીમ હોસ્પિટલમાં દાખલ 20 લાખ લોકોમે ઈલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડનો ડેટા એકત્રીત કર્યો હતો અને ડીપ લર્નિંગ એલગોરિધમનાં ડેટામાં ફીડ કર્યો હતો. તેના પછી AIના અંદાજ અનુસાર, કયા દર્દીનું 3થી 12 મહિનામાં મોત થશે તેનું પણ રિસર્ચ કર્યું હતું.
સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીની AI લેબમાં ટીમના એક સભ્ય અને પીએચડી કેન્ડીડેન્ટે કહ્યું કે, અમે એક સાવધાની પૂર્વક ડિઝાઈનના પ્રયોગાત્મક અભ્યાસની જગ્યાએ, સ્વાસ્થ્યની દેખરેખ માટે નિયમિત રીતે કલેક્ટ કરવામાં આવેલાં ઓપરેશનલ ડેટાનો ઉપયોગ કરીને એક પ્રિડેક્ટીવ મોડલ બનાવી શકીએ છીએ.