American Citizenship



અમેરિકન બનવા માટે ભારતીયતા છોડવાની જરૂર નથી, શું છે સમગ્ર એહવાલ
અમેરિકાના ભારત સાથેના સંબંધો ખૂબ વિસ્તરે એવી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇચ્છાની નોંધ લઈને અમેરિકાની ઉચ્ચ રાજદ્વારીએ અમેરિકા અને ભારતના દ્વિપક્ષી સંબંધો આકાશ સુધી વિસ્તરી શકે એમ જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના રાજદૂત નિક્કી હેલીએ વોશિંગ્ટન ડીસી ખાતેના ભારતીય દૂતાવાસ ખાતે ભારતના રાજદૂત નવતેજ સરના સાથે મુલાકાત કરી હતી. પોતાનાં નિવેદનમાં નિક્કીએ જણાવ્યું હતું કે ભારતમાં જે કાંઈ થઈ રહ્યું છે તેનાથી રાષ્ટ્રપતિ ખૂબ ખુશ છે.
નિક્કીએ કહ્યું હતું કે આપણા બંને દેશોનાં લોકતંત્રમાં ઘણું સામ્ય છે, તેને કારણે આપણી દોસ્તી બને સમજી શકાય એમ છે. મને લાગે છે કે તમને આપણી વચ્ચે વધતા સંબંધમાં વિશ્વાસ દેખાઈ રહ્યો છે. ભારતમાં જે કાંઈ થઈ રહ્યું છે અને વધતા સંબંધથી રાષ્ટ્રપતિ ખૂબ ખુશ છે. તેઓ ભારત સાથે ઘણી પ્રવૃત્તિ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતીય મૂળની નિક્કી હેલીને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નિયુક્ત કરીને ભારતની સાથે પોતાના સારા સંબંધોનો સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો, એટલું નહીં ટ્રમ્પે ભારતીય મૂળના અજિત પઈની ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના ચેરમેનપદ પર નિયુક્ત કરી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી એવી ખબર આવતી હતી કે જેમાં કહેવાય છે કે નિક્કી અને ટ્રમ્પની વચ્ચે પ્રેમસબંધ છે. આવા સમાચારને તેમણે ધરાર નકારી કાઢયા હતા.
હેલીએ વધુ કહ્યું હતું કે જ્યારે તે ટ્રમ્પપ્રશાસનમાં પસંદગી પામી હતી ત્યારે તે અમેરિકા અને ભારતના સંબંધોને વધુ મજબૂત થવા જોવા માગતી હતી. છેલ્લા બે રાષ્ટ્રપતિના સમયકાળમાં જોવા મળ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મારા વિચાર પ્રમાણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોમાં સંભાવના અનંત છે.
વિદેશમંત્રીપદ ઉપર પણ રહી ચૂકેલાં નિક્કી હેલી હાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના રાજદૂત છે, પરંતુ તેમને પોતાના ભારતીય વંશ પર પણ ગર્વ છે અને કહે છે કે કોઈએ પણ અમેરિકન બનવા માટે ભારતીયતા છોડવાની જરૂર નથી. તેમણે એમ પણ જણાવ્યું કે હું ભારતીય માતા-પિતાની એક ગૌરવવંતી દીકરી છું.
મોદીના આર્થિક અને પ્રશાસનિક નિર્ણયોને વધાવી લીધા
હેલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાં ભારતની સાથે અમેરિકાના દ્વિપક્ષીય સબંધોને ઘણું મહત્ત્વ આપે છે અને તેને એક નવી ઊંચાઈ પર લઈ જવાની આશા રાખે છે. આર્થિક અને પ્રશાસનિક સંબંધોને આક્રમક રીતે આગળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં નિક્કી હેલીએ ખૂબ સફળ ભારતીય અમેરિકનોના પસંદગીની વ્યક્તિઓને સંબોધિત કયાંર્ હતાં અને કહ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે પણ પ્રકારનું અભિયાન ચલાવ્યું છે.
નવતેજ સરનાએ પણ હેલીનાં વખાણ કર્યા
પહેલાં સરનાએ હેલીની તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતાનાં વખાણ કરી અને કહ્યું કે તમે સંયુક્ત રાષ્ટ્રની ગતિશીલતાની સમજાય છે. તેમણે પોતાના ભારતીય મૂળને નહીં ભૂલવા બદલ પણ હેલીનાં વખાણ કર્યા હતાં અને કહ્યું કે તેમની કાર્રિકદી પ્રેરણાનો સ્રોત છે.