ધો. ૧૨ (Sci) વિદ્યાર્થીઓને લ્હાણી
ગુજરાત માધ્યમિક અને ઉ. મા.
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષામાં મુખ્ય ચાર વિષયોની
પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. જેમાં કેમિસ્ટ્રીમાં ગુજરાતી માધ્યમના
વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણ મળશે. ત્રણ પ્રશ્નોમાં તમામ વિદ્યાર્થીઓને
એક એક ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે. જયારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને
કેમિસ્ટ્રીમાં ૨ ગુણ મળશે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા હોય
તો પુરાવા સાથે બોર્ડને ૮ એપ્રિલ સુધી ઈ-મેઈલ થી રજૂઆત કરી શકાશે. પ્રશ્નદીઠ રૂ.
૫૦૦/- નું ચલણ જમા કરાવવાનું રહેશે. જો વાંધો સાચો હશે તો તેમને રૂ. ૫૦૦/- પરત
અપાશે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પ્રોવિઝનલ આન્સર કી મા ગણિતમાં તમામ
માધ્યમના પેપરમાં એક પ્રશ્નમાં બે ઓપ્શન સાચા હોવાનું જણાતા બંનેમાંથી કોઈ પણ એક
ઓપ્શન લખ્યું હશે તેને સાચું ગણાશે. જયારે બાયોલોજીમાં ૨ પ્રશ્નોમાં બે ઓપ્શન સાચા
હોઈ તેમાં પણ ગમે તે એક ઓપ્શન લખનારને માર્ક મળશે. જયારે કેમિસ્ટ્રીમા અંગ્રેજી
અને હિન્દી માધ્યમમાં ૧ પ્રશ્નનાં ત્રણ ઓપ્શન સાચા છે. જયારે ૨ પ્રશ્નોમાં તમામ
વિદ્યાર્થીઓને એક એક ગુણ આપવાનું નક્કી કરાયું છે. જયારે ગુજરાતી માધ્યમ માં ૧
પ્રશ્નના ત્રણ ઓપ્શન સાચા છે. જયારે ૩ પ્રશ્નોમાં તમામ વિદ્યાર્થીઓને એક એક ગુણ
આપવાનું નક્કી કરાયું છે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આન્સર કી જોવા માટે અહી ક્લિક કરો.