બોર્ડ આન્સર કી જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ
બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૧૮ માં લેવાયેલ ઉ.મા.પ્ર. પરીક્ષા વિજ્ઞાન
પ્રવાહ ગણિત (૦૫૦), રસાયણ વિજ્ઞાન (૦૫૨), ભૌતિક વિજ્ઞાન (૦૫૪) અને જીવ વિજ્ઞાન (૦૫૬)ના પ્રશ્નપત્ર સેટ નંબર ૧
થી ૨૦ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના તજજ્ઞો
દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવેલ છે. આન્સર કી અંગે
કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ ઉપર મુકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમવાર
પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત gsebsciencekey@gmail.com પર તા: ૦૮-૦૪-૨૦૧૮ સાંજે ૧૮:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે.
ત્યારબાદની રજૂઆત ધ્યાનમાં લેવાશે નહિ. રજૂઆત ફક્ત e-mail મારફતે સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્નદીઠ નિયત ફી રૂ. ૫૦૦/- ચલણથી
ભરવાની રહેશે. ચલણ સિવાયની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી
ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે.
બોર્ડ દ્વારા પ્રકાશિત ઓફિસીયલ આન્સર કી જોવા માટે અહી ક્લિક કરો