Sci Student Confusion



ધો. ૧૨ (Sci) માટે મુંઝવણ
દેશની ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટમા પ્રવેશ માટે નીટી લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે હાલમાં કેટલાક રાજ્યોએ તેનો ઉગ્ર વિરોધ કરતા તેનો અમલ ક્યારથી કરાશે અને કેવી રીતે કરાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે હાલમાં ધો..૧૨મા આવનારા વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે દ્વિધાભરી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓએ આગામી વર્ષ માટે JEE, GujCET કે પછી નીટી પૈકી કઈ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. ડિગ્રી એન્જીનીયરીંગમા પ્રવેશ માટે હાલમાં JEE લેવામાં આવે છે. ગુજરાત સહીત કેટલાક રાજ્યોએ JEEમાં જોડાવવા ઇનકાર કરીને સ્થાનિક એક્ઝામ ગુજકેટ દાખલ કરી દીધી છે. જેના કારણે ગુજરાતમાં ગુજકેટના આધારે પ્રવેશ ફાળવવામાં આવે છે. પરંતુ દેશની તમામ ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટમા પ્રવેશ માટે નીટી લેવાનું નક્કી કરાયું છે. આ પરીક્ષાનું સંચાલન નેશનલ ટેસ્ટીંગ સર્વિસ (NTS) દ્વારા કરવામાં આવશે. હાલમાં જે રીતે દેશની તમામ યુ.જી. અને પી.જી. મેડીકલમાં પ્રવેશ માટે નીટ લેવામાં આવે છે તેવી રીતે ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશમાટે નીટીનું અયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં હાલમાં ધો. ૧૧ પાસ કરીને ધો. ૧૨મા આવનારા વિદ્યાર્થીઓએ અગામી વર્ષે પ્રવેશ માટે કઈ પરીક્ષા આપવાની રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી શકે તેમ નથી.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ કઇ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી - JEE, NEET કે GujCET ? પ્રશ્ન ઘણા વિદ્યાર્થીઓને મુંંઝવતો હોય છે.
*
દરેક વિદ્યાર્થીએ બધી પરીક્ષા આપવી જરૂરી છે ખરી?
*
મેડિકલમાં એડમિશન કઇ પરીક્ષાના આધારે થશે - નીટ કે ગુજકેટ ?
*
નીટની પરીક્ષાની માર્કીંગ પદ્ધતી કઈ રીતની છે?
*
જેઇઇની પરીક્ષાનો સિલેબસ કેવો હોય છે?
*
જો પરીક્ષા ગુજરાતી માધ્યમમાંં આપીએ ગુજરાત બહાર પ્રવેશ મળે ખરો?

ઉપરના પ્રશ્નોના જવાબ માટે અહી ક્લિક કરો