ગુજકેટ ૨૦૧૮ હોલ ટીકીટ
ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
દ્વારા તા: ૨૩-૦૪-૨૦૧૮ ના રોજ લેવાનાર ગુજકેટ ૨૦૧૮ ની પરીક્ષાનું એડમિશન કાર્ડ
(પ્રવેશિકા) બોર્ડના વિદ્યાર્થીઓ સિવાયના વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા મોકલી આપવામાં
આવેલ છે. બોર્ડના વિદ્યાર્થીઓના એડમિશન કાર્ડ (પ્રવેશિકા) વિજ્ઞાનપ્રવાહની ઉ.મા.
શાળાઓએ તા: ૧૬-૦૪-૨૦૧૮ ને સોમવારના રોજ ૧૧-૦૦ કલાકથી ૧૬-૦૦ કલાક દરમ્યાન જીલ્લાના
નિયત કરેલ વિતરણ કેન્દ્ર ખાતેથી મેળવી લેવાની રહેશે. વિતરણ કેન્દ્રની યાદી બોર્ડની
વેબસાઈટ ઉપર મુકેલી છે. જેની હાર્ડકોપી (પી.ડી.એફ.) ની લીંક નીચે આપેલી છે.
જે ઉમેદવારોને હોલ ટીકીટ ન મળેલ હોય કે ખોવાઈ
ગયેલ હોય તેવા ઉમેદવારો હોલ ટીકીટ બોર્ડની વેબસાઈટ પરથી તા: ૧૭-૦૪-૨૦૧૮ સાંજે
૦૪:૦૦ કલાકથી ડાઉનલોડ કરી શકશે. જેમાં વિદ્યાર્થીએ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ
અથવા વિદ્યાર્થીનું નામ સર્ચ કરી નામ પર ક્લિક કરી જન્મ તારીખ નાખી પ્રવેશિકા
મેળવી શકાશે.
આ માટેનો બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર જોવા માટે
અહી ક્લિક કરો
ધો. ૧૨ (Sci) ની બોર્ડ દ્વારા પ્રકાશિત આન્સર કી જોવા માટે અહી ક્લિક કરો