ધો. ૧૦ ગણિત વિષય સંબંધિત
સમાચાર
માર્ચ ૨૦૧૮માં લેવાયેલ SSC બોર્ડ ની (ધો. ૧૦ની) ગણિત
વિષયની પરીક્ષાનો ઉહાપોહ હજુ સમવાનું નામ લેતો નથી....
પેપેર નીકળ્યું તે દિવસથી
વિદ્યાર્થીઓ,
વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે
હવે જયારે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન શરુ થઇ ગયું છે ત્યારે વધુ માહિતી બહાર આવી રહી
છે કે પરિણામ ઘણું નબળું આવશે, ૭૦ થી ૮૦ % વિદ્યાર્થીઓ
નાપાસ થશે, માસ ગ્રેસિંગ આપવું પડશે, ૧૦૦ માંથી ૧૦૦ લાવાનારાઓની
સંખ્યા એકદમ ઘટી જશે.....
કોઈ ધારાસભ્યએ બોર્ડને
રજૂઆત કરી હોય તેવા પણ સમાચાર જોવા મળ્યા છે....
તો કોઈ એવા પણ સમાચાર આવે
છે કે બોર્ડના સભ્યોએ પણ આ બાબતે રજૂઆત કરી હોય.....
વિવધ સમાચાર પત્રો માં આવેલ
૨-૩ ન્યુઝ ક્લીપ અહી મુક્યા છે તેનો અભ્યાસ કરી શકાય....