12 Sci Fail



ધો.૧૨ સાયન્સમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે ખુશખબર
ધો.૧૨ સાયન્સમાં નાપાસ થયેલાવિદ્યાર્થીઓમાંથી હવે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થી પુરક પરીક્ષા આપી શકશે.પરિણામ આવ્યા બાદ અગાઉ બોર્ડે એક વિષયમાં પુરક પરીક્ષા આપી શકાશે તેવુ જાહેર કર્યુ હતુ પરંતુ રજૂઆતોને પગલે આજે બોર્ડે પરિપત્ર કરીને એક સાથે બે વિષયમાં પણ નાપાસને પણ પુરક પરીક્ષાની તક આપવા નિર્ણય કર્યો છે.
ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ રદ થયા બાદ વાર્ષિક પરીક્ષા પદ્ધતિનું પ્રથમવારનું પરિણામ આવર્ષે બોર્ડે જાહેર કર્યુ છે અને જેમાં નાપાસ થયેલાવિદ્યાર્થીઓ માટે અગાઉના વર્ષોમાં લાગુ કરેલ નિયમ પ્રમાણે એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીને પુરકની તક આપવાનો નિર્ણય કરાયો હતો.
જ્યારે સેમેસ્ટર સીસ્ટમમાં તમામ વિષયમા નાપાસ વિદ્યાર્થી પુરક આપી શકતા હતા.પરંતુ વાર્ષિક પેટર્ન પ્રમાણે બોર્ડે એક વિષયમા નાપાસને તક આપતા વિદ્યાર્થીઓ વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેના પગલે આજે શિક્ષણ બોર્ડે પરિપત્ર કરીને બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓને પણ પુરક પરીક્ષા આપવા દેવાનો નિર્ણય કર્યો છે.
જેથી હવે જુલાઈમા લેવાનારી પુરક પરીક્ષા એક વિષયમા નાપાસ હોય તેવા વિદ્યાર્થી સાથે બે વિષયમા નાપાસ હોય તેવા વિદ્યાર્થી પણ આપી શકશે. અને ડીઈઓએ હવે બેવિષયમા નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની યાદી પણ બોર્ડને અલગથી મોકલવાની રહેશે.
ધો.૧૦માં નાપાસ થનારા માટે ૬ઠ્ઠીથી૯મી જુલાઈ પુરક પરીક્ષા
ધો.૧૦નું ૨૮મીએ પરિણામ જાહેર થનાર છે જેમાં એકથીત્રણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાનો કાર્યક્રમ આજે બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.જે મુજબ ૬ઠ્ઠી જુલાઈથી પરીક્ષા શરૃ થશે અને ૯મી સુધી ચાલશે.
દરેક દિવસે બે સેશનમાં પરીક્ષા લેવાશે.૬ઠ્ઠીએ સવારે પ્રથમભાષા અને બપોરે વિજ્ઞાાન વિષયની તથા ૭મીએ સવારે સમાજ અને બપોરે અંગ્રેજી વિષયની તથા ૮મીએ સવારે ગણિત તથા બપોરે દ્રિતિય ભાષાના વિષયોની અને ૯મીએ સવારે ગુજરાતી વિષય (દ્રિતિય ભાષા)ની પરીક્ષા લેવાશે.
શિક્ષણ બોર્ડનો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો