Cheap Earphones



સસ્તા ઈયરફોન પડશે મોંઘા
તાજેતરમાં આપણને દરેક જગ્યા પર ઈયરફોનના સ્ટોલ્સ જોવા મળે છે. ઘણીવાર ટ્રેનમાં તમને કોઈ વ્યક્તિ ઈયરફોન વેચતી દેખાશે. સસ્તા હોવાને કારણે ઘણાં લોકો ઈયરફોન ખરીદી લેતા હોય છે. આખરે લોકો ઈયરફોનના 300- 400 રૂપિયા કેમ ખર્ચ કરે જ્યારે તેમનું કામ 30 અથવા 50 રૂપિયામાં ચાલી જતું હોય. શું તમે જાણો છો કે પ્રકારના ઈયરફોનથી તમારા કાનને નુકસાન પણ થઈ શકે છે.
રસ્તા પર મળતા સસ્તા ઈયરફોનની સૌથી મોટી સમસ્યા અવાજની હોય છે. ઘણી વાર એવું બને છે કે આપણે ઈયરફોન ખરીદી લઈએ છીએ પરંતુ ઉપયોગ કરીએ ત્યારે ખબર પડે છે કે એક ભાગમાં અવાજ આવતો નથી અથવા તો એકદમ ધીરો અવાજ આવે છે.
લોકલ ઈયરફોનમાં સૌથી મોટી બાબત હોય છે કે તે કાનમાં ફિટ નથી થતા. આનું કારણ છે કે મેન્યુફેક્ચરર્સ આના મેકિંગમાં વધારે સમય અને મહેનત નથી આપતા. તમારી પાસે એક્સચેન્જનો ઓપ્શન પણ નથી હોતો.
ગ્રાહકને આકર્ષિત કરવા માટે સસ્તા ઈયરફોનમાં અવાજને હાઈ ડેસીબલ પર સેટ કરવામાં આવે છે. પરંતુ હાઈ ડેસીબલના ઈયરફોનના સતત ઉપયોગ કરવાથી ધીરેધીરે તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.
સસ્તા ઈયરફોનમાં અવાજને કંટ્રોલ કરવાની સારી વ્યવસ્થા નથી હોતી. વધારે હાઈ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવાથી માનસિક સમસ્યા થઈ શકે છે, તમને માથામાં દુ:ખાવો અથવા ઊંઘ આવવાની ફરિયાદ હોઈ શકે છે.
સસ્તા ઈયરફોનમાં એક સમસ્યા હોય છે, સોફ્ટ વોઈસની ગેરહાજરી. જો તમે અવાજ સ્લો કરશો તો સાંભળી નહીં શકો અને જો અવાજ હાઈ કરશો તો કાનમાં દુ:ખાવો થવા લાગશે. તમે સોફ્ટ મ્યુઝિકના શોખીન હશો તો પણ જો સસ્તા ઈયરફોન ઉપયોગ કરશો તો તમને હાઈ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવાની આદત પડી જશે.