Get National Flag



દેશ-વિદેશના કોઇપણ ખૂણામાં બેસીને ઘરે મંગાવો તિરંગો
હવે તમે વિદેશમાં રહેતા હોવ કે દેશમાં જો તમારે તિરંગો ઘરે મંગાવવો હોય તો હવે સરળ છે. તમે આગામી 15 ઓગસ્ટે પોતાના ઘરે બેઠા તિરંગો મંગાવી લહેરાવી શકો છો. નવસારી લોકસભા વિસ્તારના સાંસદ સી.આર.પાટીલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં 'હર ઘર તિરંગા, હર ગાંવ તિરંગા' અભિયાન હેઠળ તમામ લોકોને ઘર બેઠા ભારતીય તિરંગો પહોંચાડવામાં આવે છે.
સી.આર પાટીલ દ્વારા એક અનોખું અભિયાન
નવસારી ભાજપના સાંસદ સી.આર પાટીલ દ્વારા એક અનોખું અભિયાન ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક ઓનલાઈન રજિસ્ટ્રેશનથી ઘર બેઠા લોકો તિરંગો મેળવી શકે છે. વર્ષ 2016માં અભિયાનમાં 25000 લોકો તરફથી તિરંગા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતુ. 2017માં આંકડો વધી ને 70,000 થયો. જોકે વખતે આંકડો એક લાખ સુધી પહોંચે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ઉપરાંત લોકોમાં પણ જે રીતે અગાઉના અભિયાન સમયે પ્રતિભાવ જોવા મળ્યો હતો. તે જોતા વખતે એક મહિના પહેલા રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે.
સી.આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી ત્રણ વર્ષ પહેલા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દેશ સહિત વિદેશોથી પણ લોકો રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. લોકોનો રિસ્પોન્સ બહોળા પ્રમાણમાં મળતા જાણવા મળ્યું કે લોકો પોતાના તિરંગા પ્રત્યે ખૂબજ લાગણી અને આદરભાવ રાખે છે. તિરંગા માટે લાગણી એવી છે કે વ્યક્તિ શહીદ થવા તૈયાર થઈ જાય છે. યુપી માંથી 2400 જેટલા રજિસ્ટ્રેશન થયા છે.
તીરંગો મેળવવા માટેની પ્રક્રિયા
નિઃશુલ્ક તીરંગો મેળવવા માટે www.crpatil.com વેબસાઈટ ખોલીને તેમાં એક ફોર્મ ભરવાનું હોય છે. જેમાં નામ, ઘરનું એડ્રેસ, રાજ્ય, દેશ, ફોન નંબર જેવી માહિતી ભરવાની રહેશે. એક વાર ફોર્મ રજીસ્ટર થઈ ગયા પછી ઘર બેઠા તિરંગો નિઃશુલ્ક મળશે.

તમારા માટે ઘરે બેઠા તીરંગો મેળવવા અહી ક્લિક કરો