Google School



દેશની પ્રથમ 'ગૂગલ શાળા'
ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પૂછે છે કે... ‘‘બ્લેક બોર્ડ અને ગૂગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજા આવે છે...? ’’ બાળકો હોંશે હોંશે જવાબ આપે છે... ‘‘ગૂગલ ક્લાસમાં...’’ કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછી ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવનને પૂછે છે કે ‘‘મેડમ હવે ફરી ક્યારે અમારી સાથે વાત કરશો...?’’ બાની ધવન જવાબ આપે છે ટૂંક સમયમાં આપણે મળીશું... ચોંકી ગયાને...?
ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન સાથે ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો google Hangout (ગૂગલ હેંગઆઉટ) દ્વારા સીધી વાત કરે છે. કારણ કે... ચાંદલોડિયા પ્રાથમિક શાળામાં ગુગુલ ફ્યુચર ક્લાસરૂમ (Google Future Classroom) સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યો છે. આખા દેશમાં પ્રથમ ઘટના છે.
વર્ગમાં ૩૦ લેપટોપ, ટચસ્ક્રીન પ્રોજેક્ટર, વાઈ-ફાઈ, ઈયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. શાળાનું પોતાનું cpschool.org ના નામનું ડોમેઈન છે. દરેક વિદ્યાર્થીના cpschool.org ના નામનું ઈમેલ એકાઉન્ટ ઓપન કરેલું છે. ક્લાસરૂમના ઉપયોગ બાબતની તાલીમ પણ શિક્ષકોને આપવામાં આવી છે.
ધોરણ થી ૮ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે છે. ઓનલાઈન પ્રોજેક્ટવર્ક કરાવવામાં આવે છે. શિક્ષક ગૃહકાર્ય પણ વિદ્યાર્થીઓને મેઈલ કરે છે. Google ની Google Classroom ,Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવી એપ્લિકેશનનો વિધાર્થીઓ ઉપયોગ કરે છે.
ગૂગલ ફ્યુચર ક્લાસરૂપ આવ્યા પછી વિદ્યાર્થીઓ શાળાનો સમય પૂરો થયા બાદ પણ શાળામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.
ગૂગલ ફ્યુચર ક્લાસરૂપ IL&FS Education અને ગૂગલનાં સંયુક્ત ઉપક્રમે ચાલે છે.
જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ કહે છે કે, “ ગૂગલ ફ્યુચર ક્લાસરૂપ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ડીજીટલ લર્નિગ ઝોન છે. જેનાથી 21મી સદીના ચાર કૌશલ્યો કોમ્યુનિકેશન, સર્જનાત્મક અભિવ્યક્તિ વિકસે છે. (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે)  ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષકો દ્વારા વધારી કરવાથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામા વધારો થાય છે અને એક સહયોગી વાતાવરણ પૂરૂ પાડે છે…"ક્લાસ રૂમની વિશેષતાઓ વર્ણવતા શાળાના આચાર્ય રાકેશ પટેલ કહે છે કે, ‘‘ ઓછા વજનનું વિદ્યાથીઓ માટે તૈયાર કરેલા લેપટોપ, જે ૧૦ સેકન્ડમાં ચાલુ થઈ જાય છે. બેટરી પૂરો દિવસ ચાલે છે. કેયાન એક કમ્પુટર, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, હાઈ ક્વોલીટીની ઓડિયો સિસ્ટીમ, ઈન્ટરનેટ વાઈ-ફાઈ અને ડીવીડી પ્લેયર તમામ વસ્તુ એક ઉપકરણમાં આવી જાય છે. અમારા બાળકો અહીં બેઠા બેઠા વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે છે.’’
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ મહેતા કહે છે કે, ‘ગૂગલ ફ્યુચર કલાસરૂમનાં અનેક ફાયદાઓ છે. વિદ્યાર્થીઓ ઝડપથી શીખી શકે છે. એકમ કસોટી ગૂગલ ફોર્મ નામની એપ્લીકેશનથી આપવી સરળ બની છે. શિક્ષકોનો સમય બચે છે સાથે સાથે વિદ્યાર્થિઓ દુનિયાના કોઈ પણ ખૂણાની માહિતી મેળવી શકે છે. પ્રોજેક્ટ કાર્ય, પિયર ગ્રુપ લર્નિગ અને વિદ્યાર્થીઓમાં લર્નિગ અને શિક્ષકોમા ટીચિંગ કૌશલ્યનો વિકાસ થયો છે.Source