NEET 2019




NEET 2019
માનવ સંશાધન વિકાસ મંત્રાલયે મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ પરીક્ષા માટે લેવાતી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET)ની પરીક્ષા વર્ષમાં બે વખત ઓનલાઈન લેવાની તેની અગાઉની મહત્વાકાંશી યોજના પડતી મૂકી છે. આરોગ્ય મંત્રાલયની ભલાઈ બાદ આ નિર્ણય લેવાયો છે. આમ હવે જૂની પદ્ધતિ મુજબ જ પરીક્ષા લેવાશે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ નીટની નવી તારીખ જાહેર કરી છે. ૨૮ ડિસેમ્બરથી મેં ૨૦૧૯ દરમિયાન આયોજિત નીટની પરીક્ષા ઓનલાઈન નહી પરંતુ પેન-પેપેર મોડથી જ લેવાશે.
NEET સાથે અન્ય પરીક્ષાઓનું સમય પત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે NEETનું રજીસ્ટ્રેશન ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર, ૨૦૧૮ સુધી થશે. જયારે એડમીટ કાર્ડ ૧૫ એપ્રિલ ૨૦૧૯ થી ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા ૫ મે ના રોજ યોજાશે. એનું રીઝલ્ટ પરીક્ષાના બરાબર એક મહિના બાદ એટલે કે પાંચ જુન ૨૦૧૯ના રોજ જાહેર થશે.
JEE મેઈન નું રજીસ્ટ્રેશન ૧ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં કરી દેવાનું રહેશે. એડમીટ કાર્ડ ૧૭ ડીસેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે. અને પરીક્ષા ૬ થી ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન લેવાશે. અને રીઝલ્ટ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ જાહેર કરાશે.


આ અને આ ઉપરાંતની તમામ વિગતવાર માહિતી માટેનો વિડીઓ જોવા માટે અહી ક્લિક કરો
(વિડીઓ આજે રાતે ૯.૩૦ કલાકે અપલોડ કરવામાં આવશે.)