NEET JEE Exam Imp Circular



યુજીસી-નેટ અને જેઈઈ-મેઈનના ફોર્મમાં એક પુરાવો ફરજિયાત નથી

યુજીસી નેટ અને જેઈઈ-મેઈનમાં આધાર નંબર ફરજિયાત હોવાની વ્યાપક ગેરસમજ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોમાં ફેલાયેલી હતી. તેના કારણે વર્ષથી બંને સહિતની અન્ય પરીક્ષા લેવાની છે તે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આધાર નંબર ફરજિયાત નહીં હોવાની ચોખવટ કરી છે. એજન્સીએ આધાર નંબર સિવાયના કોઈપણ સરકારી ઓળખપત્રને પણ જોડી શકાતા હોવાની સ્પષ્ટતા કરી છે.
છેલ્લા કેટલાક સમયથી આધાર કાર્ડ નંબર આપવો ફરજિયાત હોવાની ઘણા વિદ્યાર્થીઓને દ્વિધા હતી. જેથી વિદ્યાર્થીઓએ નેશનલ ટેસ્ટીંગ એજન્સી પાસે અંગે સ્પષ્ટતા કરવા પ્રશ્નો રજૂ કર્યા હતા. તેના પગલે એજન્સીએ 11મી સપ્ટેમ્બરના રોજ પબ્લીક નોટિસ બહાર પાડીને કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.
નેશનલ ટેસ્ટિગ એજન્સીએ જણાવ્યું છે કે ડિસેમ્બર-૨૦૧૮માં લેવાનાર યુજીસી-નેટના અરજી ફોર્મમાં આધાર કાર્ડ નંબર માગવામાં આવ્યો છે તે ફરજિયાત નથી. ઓનલાઈન ફોર્મ ભર્યા છે કે એપ્લીકેશન ફોર્મની પ્રતિકૃતિના ડ્રોપડાઉન બોક્સમાં આધાર નંબર છે તે આઈડેન્ટિફિકેશન ટાઈપ આધાર નંબર ઓળખનો માત્ર એક પ્રકાર છે. તે ફરજિયાત નથી. source
National Testing Agency દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ  ઓફિસીયલ પત્ર જોવા અહી ક્લિક કરો