માર્ચ ૨૦૧૯ની બોર્ડ પરીક્ષા માટેનો પરિપત્ર
માર્ચ ૨૦૧૯માં લેવાનાર ધો.૧૦ ની પરીક્ષામાં તમામ પુનરાવર્તિત ઉમેદવારોએ જે
વિષયમાં અભ્યાસક્રમ ૨૦૧૮ની પરીક્ષાથી બદલાયેલ હતો, તે વિષયોમાં નવા અભ્યાસક્રમ
મુજબ પરીક્ષા લેવાશે. તેવો પરિપત્ર તા:૧૬-૦૭-૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ જે બોર્ડના
સામયિકના જુલાઈ ૨૦૧૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલ. બોર્ડને મળેલ રજૂઆતના અનુસંધાને ઉક્ત
પરિપત્ર રદ કરવામાં આવે છે અને માર્ચ ૨૦૧૯ની પરીક્ષામાં પુનરાવર્તિત ઉમેદવાર તરીકે
આવેદનપત્ર ભરનાર ૨૦૧૮ અગાઉના ઉમેદવારોએ બોર્ડ દ્વારા જણાવેલ ૧૦ વિષયોમાં જુના
અભ્યાસક્રમ મુજબ (જે ૨૦૦૭થી ૨૦૧૭ સુધી અમલમાં હતો) પરીક્ષા આપવાની રહે છે. તથા જે
ઉમેદવારોએ માર્ચ ૨૦૧૮મા નિયમિત ઉમેદવાર તરીકે પ્રથમવાર પરીક્ષા આપી હોય અને માર્ચ
૨૦૧૮ તથા જુલાઈ ૨૦૧૮માં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ઉમેદવારોએ નવા અભ્યાસક્રમ મુજબ
(માર્ચ ૨૦૧૮ની પરીક્ષાથી અમલમાં આવેલ હતો તે) પરીક્ષા આપવાની રહે છે.
આ બાબતે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓક્ટોબર ૨૦૧૮નો પરિપત્ર જોવા માટે
અહી ક્લિક કરો
માર્ચ ૨૦૧૯ની બોર્ડ પરીક્ષા માટેના આવેદનપત્ર (ફોર્મ)ની માહિતી માટે અહી ક્લિક કરો