Ekta Divas



રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
સચિવશ્રી, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ ૩૧ ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી થયેલ છે. જે અંતર્ગત તા: ૩૧-૧૦-૨૦૧૮ ના રોજ શાળા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવા અંગેનું આયોજન કરવા જણાવવામાં આવે છે. બાળકો દ્વારા લેવાયેલ શપથ કાર્યક્રમમાં કેટલા બાળકો/શિક્ષકોએ ભાગ લીધો તેમજ કાર્યક્રમમાં ભાગ લેતા બાળકોનો એક ફોટો તથા અહેવાલ આપની કક્ષાએ રાખશો.
રાષ્ટ્રીય એકતા દિવસ શપથ
હું સત્યનિષ્ઠા સાથે સપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા,અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં પણ આ સંદેશ ફેલાવવાનો પુરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઇ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે સપથ લઉં છું.
આ બાબતનો સચિવશ્રી, ગાંધીનગરનો પરિપત્ર : અહી ક્લિક કરો
એકતા શપથની સુશોભિત કોપી ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો