NMMS 2018



SEB NMMS 2018

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો.૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના -૨૦૧૮ પરીક્ષામાં ઓનલાઈન આવેદનપત્રો તા: ૩૦-૦૮-૨૦૧૮ થી તા: ૨૯-૦૯-૨૦૧૮ દરમિયાન ભરવામાં આવેલ હતા. આ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત નાં રહે તે હેતુથી પરીક્ષાના ઓનલાઈન આવેદનપત્ર અને લેત પરીક્ષા ફી ભરવા માટેના તારીખ નીચે મુજબ લંબાવવામાં આવેલ છે.
૧. જે વિદ્યાર્થીઓઈ ઉક્ત સમયગાળા દરમિયાન ઓનલાઈન આવેદનપત્રો ભરેલ ના હોય તેવા વિદ્યાર્થીઓ તા:૨૨-૧૦-૧૮ થી તા: ૨૮-૧૦-૨૦૧૮ સુધી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન આવેદનપત્ર ભરી શકશે. આ વિદ્યાર્થીઓ આ જ તારીખો દરમિયાન કચેરીના સમય દરમિયાન રૂબરૂ લેટ ફી સાથે પરીક્ષા ફી ભરી આવેદનપત્રો રૂબરૂ જમા કરાવવાના રહેશે.
૨. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન આવેદનપત્ર ભરેલ છે પણ કન્ફર્મ કરેલ નથી તે વિદ્યાર્થીઓ પણ ઉપરોક્ત સમયગાળામાં વેબસાઈટ પર ઓનલાઈન આવેદન પત્ર ભરી શકશે.
૩. જેમણે આવેદનપત્ર ભરેલ છે, કન્ફર્મ પણ કરેલ છે પરંતુ ફી ભરેલ નથી અથવા ફી ભર્યાનું ટ્રઆન્જેક્શનસક્સેસફુલ થયેલ નથી તે વિદ્યાર્થીઓએ આવેદન પત્રો ભરવાના નથી. માત્ર ફી ઓફિસમાં રૂબરૂ જમા કરાવવાની રહેશે.
આ માટેનો પરીક્ષા બોર્ડનો ઓફિસીઅલ આવેદન પત્ર જુઓ: ક્લિક કરો
જો આપને NMMS ની પરીક્ષા વિષે ખ્યાલ નહી હોય તો સંપૂર્ણ માહિતી માટે : ક્લિક કરો
(પહેલી લીંક મૂકી છે. બીજી લીંક ટૂંક સમયમાં મુકાશે)