NMMS 2018



SEB NMMS 2018
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધો. ૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો. ૮મા અભ્યાસ કર્તા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) નામની યોજના MHRD, દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૨૩-૧૨-૨૦૧૮, રવિવારના રોજ આ શિષ્યવૃતિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે.

શિષ્યવૃત્તિ ની રકમ:
પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ.૧,૦૦૦/- લેખે વાર્ષિક રૂ. ૧૨,૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
શિષ્યવૃત્તિની રકમની ચુકવણી MHRD દ્વારા સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં થશે.
વિદ્યાર્થીની લાયકાત:
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. ૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ (જિલ્લા પંચાયત/મહાનગર પાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કર્તા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકે.
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓઈ ધો. ૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. ST અને SC વિદ્યાર્થીએ ધો. ૭મા ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
તમામ કેટેગરીના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦ થી વધુ ના હોય તેવા જ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે.
ખાનગી શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહી.
પરીક્ષા ફી:
જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે: રૂ. ૭૦/-
PH, SC, અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે : રૂ. ૫૦/-
સર્વિસ ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.
કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.
આ માટેની પરીક્ષા બોર્ડની વિગતવાર ગાઈડલાઇન જુઓ: ક્લિક કરો
NMMS પરીક્ષાના જુના પ્રશ્નપત્રો જોવા માટે અહી ક્લિક કરો.
(પ્રશ્નપત્રોની લીંક ટૂંક સમયમાં મુકવામાં આવશે.)