Std 11 Language Paper Style



ધો. ૧૧ ભાષાઓના વિષયોના પરિરૂપ
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલ નિર્ણય અનુસાર ધો. ૧૧ નાં તમામ પ્રવાહોમા ભાષાઓના વિષયોમાં પ્રશ્નપત્ર પરીરૂપમાં એકસુત્રતા અને સમાનતા જળવાય તે હેતુથી બોર્ડ દ્વારા ટા ૧૬-૦૮-૨૦૧૮ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ધો. ૧૧ વિજ્ઞાન પ્રવાહ માટેના ભાષાઓના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ધો. ૧૧ ના અન્ય તમામ પ્રવાહ માટે પણ એકસમાન ધોરણે લાગુ પડવાના રહેશે.
વિષયો: ૧. ગુજરાતી (પ્રથમ અને દ્વિતીય)              ૨. હિન્દી (પ્રથમ અને દ્વિતીય)
         ૩. અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય)                 ૪. સંસ્કૃત
શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ થી ધો. ૧૧ માં ભાષાઓના ઉપર મુજબના વિષયોમાં એકસમાન પ્રશ્નપત્ર પરીરુપનો અમલ બોર્ડની માન્યતા ધરાવતી તમામ ઉ.મા. શાળાઓએ કરવાનો રહેશે. આ અગાઉ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સામાન્ય પ્રવાહ માટેના ભાષાઓના પ્રશ્નપત્ર પરિરૂપ વર્ષ ૨૦૧૮-૧૯ થી રદ્દ ગણવાના રહેશે.

આ બાબતનો શિક્ષણ બોર્ડનો પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો.
ન્યુઝપેપરમાં આવેલ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો