બોર્ડ પરીક્ષાના સમયપત્રકમાં છબરડો
ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નો વધુ એક છબરડો સામે આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ૨૨
માર્ચે રજા છે જોકે આ જ દિવસે બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આયોજન કર્યું છે.
તેથી શાળા
સંચાલકોએ બોર્ડ કચેરીમાં જાણ કરતા બોર્ડ પરીક્ષાના કાર્યક્રમમાં નહીં પરંતુ
એકેડેમિક કેલેન્ડર છબરડો કર્યો હોવાનું બહાર આવ્યું છે રાજ્ય સરકારે ધુળેટીની રજા
જાહેર કરી છે પરંતુ ભૂલથી ૨૨ માર્ચના રોજ રજા જાહેર કરતા ઊભી થઈ છે શિક્ષણ બોર્ડે
તાજેતરમાં ધોરણ 10, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૨ સાયન્સની 2019માં લેવાનારી પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ
કાર્યક્રમ જાહેર થતા સાથે જ છબરડાને લઈને બોર્ડ વિવાદમાં સપડાયું છે સૌપ્રથમ તો
ધોરણ 12 આર્ટ્સ ૮ માર્ચના રોજ એક જ દિવસમાં બે પરીક્ષાનું આયોજન
કરતા વિવાદ થયો છે. ઘણા વિદ્યાર્થીઓ આ બંને પરીક્ષાઓ આપનાર હોવાથી તેમને સવારે અને
બપોરે એમ બન્ને પેપર આપવું પડશે. આ મુદ્દે એન.એસ.યુ.આઈ બોર્ડ કચેરી ખાતે રજુઆત પણ
કરવામાં આવી છે. આ વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં નવો છબરડો સામે આવ્યો છે રાજ્યમાં
જુન 2018 થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો ત્યારે બોર્ડ દ્વારા
તમામ એકેડેમિક કેલેન્ડર મોકલી આપવામાં આવ્યું હતું જેના પ્રમાણે સમગ્ર શૈક્ષણિક
કાર્ય કરવાનું હોય છે બોર્ડ દ્વારા ૨૨ માર્ચ, ૨૦૧૯ ના રોજ રજા જાહેર કરવામાં આવી હતી જોકે ત્યાર બાદ જાહેર
કરેલા પરીક્ષાના કાર્યક્રમ ધોરણ 12 સામાન્ય પ્રવાહ
નું આયોજન કરતા સ્કુલ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. source