EBC Reservation



10 ટકા EBC આપનાર ગુજરાતમાં જ્ઞાતિ અને ધર્મને મળશે લાભ
રાજ્યની વિજય રૂપાણી સરકાર જે જાતિઓને 10 ટકા અનામતનો લાભ આપવાની છે તેમાં કુલ 69 જાતિઓનો સમાવેશ થાય છે. જેમાં હિન્દુ ધર્મની 42 અને મુસ્લિમ ધર્મની 23 જાતીઓના લોકોનો સમાવેશ થાય છે. સિવાય અન્ય ધર્માવલંબી ત્રણ જાતિઓનો સમાવેશ થાય છે. પાટીદાર અનામત આંદોલનને પગલે સરકારે સપ્ટેમ્બર 2017માં સવર્ણોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે બિનઅનામત આયોગની રચના કરી હતી. જેના એક વર્ષ પછી સરકારે 69 જાતિઓને અલગ તારવી છે.
EBC અનામતનો લાભ કુલ ૬૯ જાતિઓને લાભ મળશે. હિંદુની ૪૨ અને મુસ્લિમની ૨૩ જાતિઓનો સમાવેશ. અન્ય ધર્માવલંબી ત્રણ જાતિઓનો સમાવેશ. પારસી, ખ્રિસ્તી, યહુદીઓનો પણ સમાવેશ. EBC અનામતનો લાભ. કુલ ૬૯ જાતિઓને લાભ મળશે. હિંદુની ૪૨ અને મુસ્લિમની ૨૩ જાતિઓનો સમાવેશ. અન્ય ધર્માવલંબી ત્રણ જાતિઓનો સમાવેશ. પારસી, ખ્રિસ્તી, યહુદીઓનો પણ સમાવેશ
EBC અનામતનો લાભ
બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ
ઔદિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ
મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ
સારસ્વત બ્રાહ્મણ,શ્રીમાળી બ્રાહ્મણ,
રાજપૂત, ક્ષત્રિય,વાણિયા, વૈષ્ણવ શાહ
વૈષ્ણવ વાણિયા,ભાટિયા, ભાવસાર
ભાવસાર(જૈન),બ્રહ્મ ક્ષત્રિય , ક્ષત્રિય પ્રભુ
નાન્યેતર જાતિ(જે એસટી,એસટી, ઓબીસી,એઈબીસીમાં હોય તે)
પુજારા, કેર, ખડાયતા,ખત્રી, કણબી,
લેઉવા પાટીદાર, કડવા પાટીદાર
લાડ વાણિયા,મંડાલી,મણિયાર
શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા
મરાઠા રાજપૂત
મહાષ્ટ્રીયન (જે એસસી , એસટી, ઓબીસી,એઈબીસીમાં હોયતે)
દશા, વીસા જૈન, પોરવાર જૈન
સોમપુરા, સોમપુર બ્રાહ્મણ
સોની, સોનાર, સુવર્ણકાર
સિંધી(જે ઓબીસી, એઈબીસીમાં હોય તે )
EBC અનામતનો લાભ
સૈયદ, બલોચ, બાવચી
ભાડેલા(મુસ્લિમ)
અલવી વોરા(મુસ્લિમ)
દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમચાકી
જલાલી, કાગઝી(મુસ્લિમ)
કાઝી, ખોજા, સમા,
મલિક (જે ઓબીસી,એસઈબીસીમાં હોય તે)
મેમણ, મોલેસલામ ગરાસિયા
મોમિન(પટેલ)
પટેલ(મુસ્લિમ)
પઠાણ, કુરેશી(સૈયદ)
શેખ(જે ઓબીસી,એસઈબીસીમાં હોય તે)
વ્યાપારી(મુસ્લિમ)
અત્તરવાલા
EBC અનામતનો લાભ
પારસી
ખ્રિસ્તી(જે અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરિત થયેલ નથી તે)
યહુદી
જોકે ભાજપ સરકારે સવર્ણો માટે GUEEDC દ્વારા અમલમાં મુકેલી આઠ યોજનાઓનો જોઈએ તેવો અમલ થયો નથી.  મહિનાના અંતે 433 યુવાનોએ અરજી કરી છે. જેમાંથી માત્ર 146 અરજીઓ મંજૂર થઈ છે. એટલે નિગમની યોજનાઓના ફિયાસ્કા પછી સરકારે ગત ડિસેમ્બરમાં ઠરાવ બહાર પાડ્યો છે. સહાય મેળવવા માટે જાતિઓએ મામલતદાર પાસેથી બિનઅનામત વર્ગનું સર્ટિફિકેટ મેળવવું પડશે.

જો એક આધારથી અરજદારનો વર્ગ કે જાતિ નક્કી થતા હોય તો બિનજરૂરી વધારાના આધાર માગીને અરજદારને હાલાકીમાં નહીં મુકવાના સરકારે આદેશ કર્યા છે. Source