Pariksha Pe Charcha 2.0



પરીક્ષા પે ચર્ચા ૨.૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા અને તેને સંબંધિત તમામ વિશે પરીક્ષા પે ચર્ચા કરશે આ કાર્યક્રમને લઇને સરકાર દ્વારા ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલીઓ ભાગ લઇ શકશે આ સ્પર્ધા થશે અને ત્યારબાદ તેમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને 29મી એ દિલ્હી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાનો અને નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવાનો મોકો મળશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ની પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહી છે જ્યારે ગુજરાત બોર્ડ પણ માર્ચથી પરીક્ષા લેવાનું આયોજન છે અન્ય રાજ્યોમાં પણ તેમને રાજ્યના પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે વડાપ્રધાન ફરીવાર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લઈને ચર્ચા કરશે ૨૯મી જાન્યુઆરીએ દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા 2.0 કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લઇને સંવાદ કરશે આ કાર્યક્રમ પહેલાં એક સ્પર્ધાનું આયોજન કરાયું છે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને દિલ્હીના સ્ટેડિયમમાં વડાપ્રધાન સાથે વાતચીત કરવાનો મોકો મળશે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે જેમાંથી વિજેતા વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મળશે ઉપરાંત પસંદ કરાયેલ સ્પર્ધકને નરેન્દ્ર મોદીને મળવાનો અને એમની સાથે વાતચીત કરવાનો મોકો પણ મળશે