Ganga Secret



ગંગામાં કરાતા અસ્થિ વિસર્જનનું આખરે શું થાય છે ?
ગંગાજી એક એવી નદી છે કે જેનો સંબંધ ભગવાન શિવ અને શ્રીહરિ વિષ્ણુ સાથે ધરાવે છે. સ્વર્ગમાંથી ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નિકળતી ગંગા શિવજીની જટાઓ દ્વારા પૃથ્વીલોક પર અવતર્યા છે. આથી જ ગંગાજીનું વિશેષ મહત્વ છે. આથી જ ગંગાજીને પતિત પાવની કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી જ તમામ પાપો ધોવાઈ જાય છે.
એક પ્રાચીન કથા અનુસાર દેવી ગંગા એક દિવસ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ધામમાં ગયાં અને પૂછ્યું કે, ” પ્રભુ !મારા જળમાં સ્નાન કરવાથી તમામના પાપ નષ્ટ થઈ જાય છે તો આ પાપનો બોઝ હું કેવી રીતે ઉઠાવીશ. મારામાં જે પાપ સમાવાશે તે કેવી રીતે સમાપ્ત કરીશ.
આ સાંભળી શ્રીહરિ વિષ્ણુ બોલ્યા.. ગંગા ! જ્યારે સાધુ, સંતો, વૈષ્ણવ આવીને આપમાં સ્નાન કરશે ત્યારે તમારા તમામ પાપ ધોવાઈ જશે.
ગંગા નદી એટલી પવિત્ર છે કે એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે લગભગ દરેક હિંદુની અંતિમ ઈચ્છા એ હોય છે કે તેમના અસ્થિઓનું વિસર્જન ગંગા નદીમાં  કરવામાં આવે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ અસ્થિઓ ક્યાં જાય છે?
આ પ્રશ્નનો ઉત્તર તો વૈજ્ઞાનિક પણ નથી આપી શકતા. કારણ કે અસંખ્ય માત્રામાં અસ્થિઓનું વિસર્જન કર્યા પછી ગંગાજળ પવિત્ર અને પાવન છે. ગંગાના ઉદભવ સ્થાનથી લઈને ગંગાસાગર સુધી શોધવા છતાં આ પ્રશ્નનો જવાબ નથી મળી શક્યો.
સનાતન ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી આત્માની શાંતિ માટે મૃત વ્યક્તિની અસ્થિઓને ગંગામાં વિસર્જિત કરવામાં આવે છે. તેને ઉત્તમ ગણાયું છે. આ અસ્થિઓ સીધાં જ શ્રી હરિના ચરણોમાં વૈકુંઠ જાય છે. જે વ્યક્તિના અંત સમયે ગંગાની સમીપે આવે છે કે તેને મરણોપરાંત મુક્તિ મળે છે. આ વાતોથી ગંગાના પ્રતિ હિંદુની આસ્થા તો સ્વાભાવિક છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ગંગાજળમાં પારો(Mercury)ની હાજરી હોય છે. જેનાથી હાંડકાઓમાં કેલ્શિયમ અને ફોસફરસ પાણીમાં ભળી જાય છે. જે જળના જીવજંતુઓ માટે પોષ્ટિક આહાર છે. વિજ્ઞાનિક દ્રષ્ટિથી હાંડકાઓમાં ગંધક(સલ્ફર) વિદ્યામાન હોય છે. જે પારાની સાથે મળીને પારદનું નિર્માણ થાય છે. એ સાથે સાથે આ બંને મળીને મર્ક્યુરી સલ્ફાઈડ સોલ્ટનું નિર્માણ કરે છે. હાડકાઓમાં બાકી બચેલા કેલ્શિયમ, પાણીને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ પારદ શિવનું પ્રતિક છે. અને ગંધક શક્તિનું પ્રતિક છે. તમામ જીવ અંતતઃ શિવ અને શક્તિમાં જ વિલીન થઈ જાય છે.
જ્યોતિષના જાણકારોનું કહેવું છે કે દરરોજ ગંગાજળ પીવાથી વ્યક્તિ નિરોગી રહે છે. લાંબી ઉંમર ભોગવે છે. ગંગા સ્નાન, પૂજન અને દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. ડરામણા સપનાઓ આવે છે તો રાતે સૂતા પહેલાં પથારી પર ગંગાજળનો છંટકાવ કરો. પારિવારિક સભ્યોમાં ક્લેશ રહે છે તો પ્રતિદિન સવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. આ ઉપાયથી ઘરની નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મકતાનો માહોલ બને છે. વાસ્તુ દોષનો પ્રભાવ પણ ખતમ થઈ જાય છે. શાસ્ત્ર કહે છે કે ગંગાજળને હમેંશા ઘરમાં રાખવાથી સુખ અને સંપદા બની રહે છે. source