Our National Flag



આપણો રાષ્ટ્ર ધ્વજ
રાષ્ટ્રીય પર્વ નિમિતે આપણા બધા ઉજવણી કરવા તો જઈશું. અને આ વખતે પણ દર વર્ષની જેમ આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો શાનથી ફરકાવવામાં આવશે. અને આપણે બધા એને દિલથી સમાલ કરશુ. અને રાષ્ટ્રગાન કરશું. પરંતુ શું આપણે બધા એ તિરંગા પાછળનો ઈતિહાસ જાણીએ છીએ કે કેમ? વર્તમાનમાં તિરંગાનું જે સ્વરૂપ છે તે પહેલા ન હતું, પરંતુ રાષ્ટ્ર ધ્વજનું આ સ્વરૂપ છઠ્ઠા નંબરનું છે.
માટે એક ભારતનાં નાગરિકના નાતે આગળનાં પાંચ સ્વરૂપ આપણે જાણવા જોઈએ. દરેક સ્વતંત્ર દેશનો પોતાનો એક રાષ્ટ્ર ધ્વજ હોય છે. હાલમાં જે તિરગો છે, તે 22 જુલાઈ 1947ના રોજ આયોજિત ભારતીય સંવિધાન સભાની બેઠકમાં અપનાવવામાં આવ્યો હતો. તો આવો જાણીએ કે કઈ રીતે આપણો તિરંગો આખરી રૂપ પામ્યો.

1) પહેલો રાષ્ટ્રધ્વજ 7 ઓગષ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) કલકત્તામાં લહેરાવવામાં આવ્યો હતો. આ ધ્વજને લાલ, પીળા અને લીલા રંગની પટ્ટીઓથી બનાનનામાં આવ્યો હતો.

2) બીજો ધ્વજ પેરિસમાં મેડમ કામા અને 1907 (કેટલાક લોકો અનુસાર - 1905માં) તેમની સાથે નિર્વાસિત કરવામાં આવેલા ક્રાંતિકારીઓએ ફરકાવ્યો હતો. આ પણ પહેલા ધ્વજ સમાન હતો.

3) તૃતિય ધ્વજ 1917માં આવ્યો, જ્યારે આપણા રાજકીય સંઘર્ષે એક નિશ્ચિત મોડ લઈ લીધો. ડો. એની બસેન્ટ અને લોકમાન્ય તિલકે સ્થાનિક શાસન આંદોલન સમયે ફરકાવ્યો હતો. આ ધ્વજમાં 5 લાલ અને ચાર લીલી પટ્ટી એક બાદ એક અને સપ્તઋષિની યાદમાં તેની પર સાત સ્ટાર હતા.

4) અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સત્ર દરમ્યાન જે 1921માં બેજવાડા (હવે વિજયવાડા)માં ફરકાવવામાં આવ્યો અહીં આંધ્રપ્રદેશના એક યુવકે એક ઝંડો બનાવ્યો અને ગાંધીજીને આપ્યો. આ બે રંગોનો બનેલો હતો. જે બંને સમુદાય હિન્દુ અને મુસ્લીમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીએ આ તિરંગો જોયા બાદ સલાહ આપી કે, ભારતના શેશ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે એક ચાલતો ચરખો હોવો જોઈએ.

5) વર્ષ 1931 ધ્વજના ઈતિહાસ માટે યાદગાર વર્ષ છે. તિરંગાને આપણા રાષ્ટ્રીય ધ્વજના સ્વરૂપે અપનાવવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ ધ્વજ જે વર્તમાન સ્વરૂપનો પૂર્વજ છે, કેસરીયા, સફેદ અને મધ્યમાં ગાંધીજીના ચાલતા ચરખા સાથે હતો. સાથે એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે, આનું કોઈ સાંપ્રદાયિક મહત્વ ન હતું.

6) 22 જુલાઈ 1947ના રોજ સંવિધાન સભાએ આને મુક્ત ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂપે અપનાવ્યો. સ્વતંત્રતા મળ્યા બાદ તેનો રંગ અને મહત્વ જેમનું તેમ રહ્યું. માત્ર ધ્વજમાં ચાલી રહેલા ચરખાના સ્થાને સમ્રાટ અશોકના ધર્મ ચક્રને દેખાડવામાં આવ્યો આ પ્રકારે કોંગ્રેસ પાર્ટીનો તિરંગો ધ્વજ અંતત: સ્વતંત્ર ભારતનો તિરંગો ધ્વજ બન્યો.
રાષ્ટ્ર ધ્વજ વિશેની આવી તમામ અવનવી માહિતી સચિત્ર જાણવા માટે આ પીડીએફ ડાઉનલોડ કરો