રાષ્ટ્રીય યુવા દિવસ : સ્વામી વિવેકાનંદ જયંતી
“ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો” યુવાનોને આવો પ્રેરક આદેશ
આપનારા હતા સ્વામી વિવેકાનંદ. જેમના રગેરગમાં દોડતી હતી ભારતીય સંસ્કૃતિ.
તેમનો જન્મ તા: ૧૨-૦૧-૧૮૬૩ના રોજ કોલકત્તા મુકામે થયો હતો. તેમનું મૂળ નામ
નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત વકીલ હતા. તેમના માતાનું નામ
ભુવનેશ્વરી હતું.
નરેન્દ્રમાં દયા, પ્રેમ, અને કરુણા નાનપણથી જ હતા. ગ્રેજ્યુએટ થયા બાદ ઈશ્વર
વિશે મનમાં દ્વિધા જાગતાં તેઓ કાલીમાતાનાં ઉપાસક એવા રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમના
શિષ્ય બન્યા. શ્રીરામકૃષ્ણે મૃત્યુના થોડા દિવસ પહેલા પોતાનો સર્વ અધ્યાત્મિક
વારસો નરેન્દ્રનાથને આપ્યો. સન્યાસી થયા બાદ નરેન્દ્રનાથે નવું નામ ધારણ કર્યું એ
નામ એટલે ‘વિવેકાનંદ’.
૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મપરિષદમાં હિંદુ ધર્મની મહત્તા દર્શાવતું
વિદ્વતાપૂર્ણ પ્રવચન આપીને વિશ્વભરના ધાર્મિક વડાઓએ અને પ્રજાજનો પ્ર હિંદુ ધર્મનો
તેમને ઊંડો પ્રભાવ પડ્યો. અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી તેઓ સ્વદેશ
પાછા ફર્યા. (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે)
૧૮૯૬માં તેમણે ‘શ્રી રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી અને આ સંસ્થાનો મંત્ર છે ‘જનસેવા
એ જ પ્રભુ સેવા’ વિવેકાનંદને વેદાંતમાં અખૂટ શ્રધ્ધા હતી. એમને વેદાંતની નવી વ્યાખ્યા
આપી. તેમાં બુદ્ધિ અને લાગણીનો, વ્યવહારિકતા અને અધ્યાત્મનો, વ્યક્તિ અને સમાજના કલ્યાણનો
વિરલ સુયોગ થયો.
માનવમાત્રમાં ગુઢ રહેલી દિવ્યતાને જગાડવાની પ્રેરણા આપતા ધર્મનો સમગ્ર દેશમાં
ખૂબ અઆદાર થયો.
નરેન્દ્રનાથ નાનપણમાં તોફાની અને ટીખળી હોવાની સાથે સાથે હાજરજવાબી, સ્પષ્ટ
વક્તા અને સત્યનિષ્ઠ હતા. વાંચનની ઝડપ અને યાદશક્તિમાં માન્યમાં ન આવે એ કક્ષાએ
પારંગત હતા.
દક્ષિણ ભારતમાં કન્યાકુમારીથી નજીક દરિયામાં વિવેકાનંદ રોક મેમોરીયલ આવેલ છે.
જ્યાં સ્વામીજીએ સાધના કરી હતી.
માત્ર ૩૯ વર્ષની વયે તા ૦૪-૦૭-૧૯૦૨
નાં રોજ તેઓ નિર્વાણ પામ્યા. યુવાનો માટે હંમેશા તેમના પુસ્તકો અને વિચારો
પ્રેરણાદાયી રહેશે.
વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામીજીએ આપેલ સ્પીચ અને તેમના RARE (રેર) કહી શકાય તેવા ફોટોઝ નો વિડીયો જોવા જેવો અને સંભાળવા લાયક છે.
વિડીયો જોવા અહી ક્લિક કરો