School Monitoring
આવતી કાલથી થનાર મોનિટરીંગમાં નીચેની બાબતો ચકાસવાની રાજ્યની સુચના છે.૧. શિક્ષકો અને બાળકોની ઓનલાઈન હાજરી
🔹ઓનલાઈન થયેલી અને વાસ્તવિક સ્થિતિ
૨.પ્રજ્ઞા વર્ગ - ધોરણ -૨ માં ચકાસણી
🔹સમૂહકાર્ય યોગ્ય રીતે થાય છે?
🔹 કાર્ડ આધારિત વ્યક્તિગત શિક્ષણ યોગ્ય રીતે થાય છે?
૩.ઉપચારાત્મક શિક્ષણ કામગીરી બાબત
🔹ઉપચારાત્મક શિક્ષણ કામગીરી બાબતનો ૧૨/૨/૧૯ નો પરિપત્ર શાળાને મળ્યો છે? પ્રજ્ઞા શિક્ષકો તેનાથી વાકેફ છે?
🔹ઉપચારાત્મક કસોટીના ગુજરાતી અને ગણિતના રિપોર્ટ કાર્ડ શિક્ષક પાસે છે?
🔹ઉપચારાત્મક શિક્ષણ કામગીરી શાના આધારે કરાય છે? રિપોર્ટ કાર્ડ કે મૂલ્યાંકન પત્રક ?
🔹પરિપત્ર મૂજબ ઉપચારાત્મક શિક્ષણ કામગીરી થાય છે?
🔹ઉપચારાત્મક શિક્ષણ માટેનું લેખન શામાં કરાવાય છે? નોટબુક કે સ્વઅધ્યયનપોથી?
૪. મુલાકાતીની નોંધની વિગતો
🔹કોણે મુલાકાત લીધી?
🔹વિઝિટ નોંધ લખી છે?
🔹સૂચનાનો અમલ થયો છે?
૫. ધોરણ ૩ થી ૫ ની એકમ કસોટીની ચકાસણી
( ધોરણ ૩ થી ૫ના કોઈ એક ધોરણની ૩/૪ વિદ્યાર્થીઓની એકમ કસોટીની નોટબુકની ચકાસણી અને વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને)
🔹વિદ્યાર્થીઓની ટેસ્ટ યોગ્ય રીતે લેવાઈ છે?
🔹ચકાસણી યોગ્ય છે?
🔹ગુણાંકન યોગ્ય છે?
🔹ઉપચારાત્મક કામગીરી થઈ છે?
🔹કસોટી બુકમાં વાલીની સહી કરાવી છે?
૬. ધોરણ ૬ થી ૮ ની એકમ કસોટીની ચકાસણી
( ધોરણ ૬ થી ૮ના કોઈ એક ધોરણની ૩/૪ વિદ્યાર્થીઓની એકમ કસોટીની નોટબુક ચકાસણી અને વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને)
🔹વિદ્યાર્થીઓની ટેસ્ટ યોગ્ય રીતે લેવાઈ છે?
🔹ચકાસણી યોગ્ય છે?
🔹ગુણાંકન યોગ્ય છે?
🔹ઉપચારાત્મક કામગીરી થઈ છે?
🔹કસોટી બુકમાં વાલીની સહી કરાવી છે?
૭. ધોરણ ૩ થી ૫ તાસ પદ્ધતિ અમલીકરણ
🔹તાસ પદ્ધતિનો યોગ્ય અમલ થયેલ છે?
🔹આદર્શ સમયપત્રક મૂજબ જે તે વિષય મૂજબ યોગ્ય તાસ ફાળવેલ છે?
🔹વિદ્યાર્થીઓ પાસે અમાન્ય - ખાનગી સાહિત્ય છે?
સ્કૂલ મોનીટરીંગ માટે નો નિયામકશ્રીનો વિગતવાર પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો