Vijaya Ekadashi



વિજય એકાદશી

બીજી માર્ચે શનિવારે વિજ્યા એકાદશી છે. સાથે ત્રિષુષ્કર યોગ પણ છે. જેને લીધે જે કાર્ય કરવામાં આવે તેનું ત્રણ ગણું ફળ મળે છે. દિવસે ભગવાન શ્રીરામે સમુદ્ર કિનારે પૂજા કરી હતી. રામજીને સમુદ્ર પાર કરવામાં સફળતા મળી હતી.
વિજ્યા એદાકશીએ ભગવાન વિષ્ણુને અર્પિત છે. જો દિવસે ભગવાન વિષ્ણુનું પૂર્ણ ભક્તિભાવથી પૂજન કરવામાં આવે તો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દિવસે તુલસીના પાન એકઠાં કરી લેવા જોઈએ. પછી એક એક તુલસી ચડાવતા ચડાવતા વિષ્ણુ સહસ્ત્ર નામ (એટલે કે વિષ્ણુ ભગવાનના હજાર નામ) બોલીને તેને શાલિગ્રામ કે સત્યનારાયણ દેવ કે ખુદ ભગવાન વિષ્ણુ પર અર્પિત કરવા જોઈએ. વિષ્ણવે નમઃ હજાર બોલીને પણ તુલસીપત્ર ચઢાવી શકાય છે.
વિજયા એકાદશીના દિવસે કળશ પૂજન અવશ્ય કરવું જોઈએ. કારણ કે કળશ કે જેના પર આંબાને કે આસોપાલવના પાન મૂકીને શ્રીફળ મૂકેલું હોય તે ભગવાન વિષ્ણુનું પ્રતીક ગણાય છે. કળશ પાણીથી ભરેલો હોવો જોઈએ. આવા કળશનું પૂજન કરવું જોઈએ. પછી ભગવાનને 11 લાલ કે પીળાં ફૂલ અને મીઠાઈ કે પ્રસાદ ધરાવવો જોઈએ.
વિજ્યા એકાદશીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.
મંત્રની માળા કરવી જોઈએ.
વિષ્ણવે નમઃ મંત્રની માળા કરવી જોઈએ. 
નારાયણાય લક્ષ્મ્યૈ નમઃ  પણ કરી શકાય.
સૂર્ય દેવને જળ ચઢાવવું જોઈએ.


વિજયા એકાદશીની વ્રત કથાનો વિડીઓ જોવા અહી ક્લિક કરો

વિજયા એકાદશીની સંપૂર્ણ વ્રત કથા ડાઉનલોડ કરો
Source