High Court Order To All Schoolગુજરાત હાઇકોર્ટનો તમામ શાળાઓને આદેશ
ગુજરાતમાં ઘણી સ્કૂલો અને કોલેજોમાં હજુ પણ સીસીટીવી કેમેરા ન હોવાથી વિદ્યાર્થીઓની સલામતીને લઈને આજે હાઈકોર્ટ રાજ્ય સરકારને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કર્યો છે અને 17 જૂન સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સહિતની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સીસીટીવી છે કે નહી તેની માહિતી સરકારને આપવાની રહેશે. ગ્રામ્ય વિસ્તારની ઘણી સ્કૂલો અને કોલેજોમાં હજુ પણ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરા લાગ્યા નથી. આ માહિતી કેતનસરની વેબસાઇટ પરથી લેવામાં આવી છે. ઘણી કોલેજોમાં માત્ર આચાર્ય ઓફિસ તેમજ થોડા જ ભાગમા કેમેરા લગાવી દેવાયા છે પરતુ સંપૂર્ણ કેમ્પસ તથા રૃમોમાં કેમેરા નથી લગાવાયા.
સંપૂર્ણ કેમ્પસમાં સીસીટીવી ન હોવાને લીધે વિદ્યાર્થીઓના વાહનો ચોરાવાથી માંડી છેડતી કે મારામારી સહિતની અનેક બાબતોમાં તપાસ પૂર્તતામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. Source