12 Science After Result



ધો. ૧૨ Sci પરિણામ બાદ

ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં વિદ્યાર્થીઓના મુખ્ય ચાર વિષયોની ઉત્તરવહીઓનું અવલોકન કરાવી શકાશે. આ પ્રક્રિયા ઓનલાઈન થશે. પરિણામ જાહેર થયાના બે દિવસ બાદથી સાત દિવસ સુધીમાં અરજી કરી શકાશે. એક વિષયની ગુણ ચકાસણી માટે રૂ. ૧૦૦/-ની ફી દેવાની રહેશે.
l ગુણ ચકાસણી તમામ વિષયોની કરાવી શકાશે.
l ઉત્તરવહી અવલોકન માટે વિષયદીઠ રૂ. ૩૦૦/- ફી લેવામાં આવશે.
l બોર્ડની વેબસાઈટ પર ગુણ ચકાસણી માટે અરજી કરવાની રહેશે.
ઉત્તરવહી અવલોકન ચાર વિષયનું થશે. જેમાં ગણિત, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વીજ્ઞાનનો સમાવેશ થાય છે. ઉત્તરવહી અવલોકનના સ્થળ, તારીખ અને સમયની જન બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે. આ માટેની અરજી ફક્ત બોર્ડની વેબસાઈટ પરથી જ સ્વીકારવામાં આવશે. આ અંગેની નિયત ફી વેબસાઈટ પર ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અથવા તો ઓફલાઇન ભરી શકાશે.
? વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં જે ઉમેદવારો થીયરી અને પ્રેક્ટીકલના એક વિષયમાં નાપાસ થયા છે તેવા ઉમેદવારો માટે આગામી જુલાઈ માસમાં પુરક પરીક્ષા લેવામાં આવશે. સૈદ્ધાંતિકના એક વિષયમાં રૂ. ૧૬૫/- અને પ્રેક્ટીકલ માટે રૂ. ૧૦૦/- ફી લેવામાં આવશે.
આ માટેનો ન્યુઝ રીપોર્ટ : ડાઉનલોડકરો
બોર્ડનો ઓફિસીયલ પરિપત્ર : ડાઉનલોડ કરો