ભારત રત્ન : એ ટુ ઝેડ
📍 ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે.📍આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે.
📍 શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે.
📍 આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. (આ માહિતી કેતનસરની વેબસાઇટ પરથી લેવામાં આવી છે) દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે.
📍 આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે.
📍આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે.
📍જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
📍પીપળાનાં પાન પર સૂર્ય તથા દેવનાગરી લીપીમાં ભારત રત્ન (भारत रत्न) લખેલું હોય છે.
📍 ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી કુલ ૪૫ વ્યક્તિઓને આ સન્માન મળી ચૂક્યું છે.
📍 આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી.
📍ઇ.સ.૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું.
📍 જાણીતા ક્રિકેટના ખીલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં.
📍 જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.
📍સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે.
📍 આ માહિતી કેતનસરની વેબસાઇટ પરથી લેવામાં આવી છે.
📍ઇ.સ ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું.
📍આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.
📍 પ્રથમ વખત
1954 : સર્વપલ્લી રાધાકૃષ્ણ
1954 : સી. રાજગોપાલચારી
1954 : સી વી રામન
📍 નોંધ : જો સૌ પ્રથમ પૂછે તો સર્વપલ્લી રાધાકૃષ્ણ ✅✅ જવાબ લખવો..
📍 1966 માં સૌ પ્રથમ મરણોપરાંત લાલ બહાદુર શાસ્ત્રી ને આપ્યો...
📍1971 માં પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી ને આપયો..
📍1990 બાબા સાહેબ આંબેડકરને
📍1991 માં સરદાર વલ્લભભાઈ પટેલને , રાજીવ ગાંધી અને મોરારજી દેસાઈ ને આપયો..
📍 1997 A.P.J અબ્દુલ કલામ ને.
📍2014 માં C.N.R.RAV અને સચિન તેંડુલકરને
📍2015 માં મદનમોહન માલવીય અને અટલ બિહારી વજેપાઈને
📍2019 ✅
💢 પ્રણવ મુખરજી 46મો
💢 ભુપેન હજારીકા 47મો
💢 નાનાજી દેશમુખ 48મો
📍 અત્યાર સુધી 45 મહાનુભાવો ને મળી ગયેલ છે.
હવે બાકી 3 ને આપીને 48 થશે..
💠અમારા સોશિયલ મીડિયા મિત્ર: આર્યન ભરવાડને આભાર