HSC Subject Selection



ધો. ૧૧ માં વિષય પસંદગી
 
વિષય: ધો. ૧૧ વિષય માળખામાં ફેરફાર
પરિપત્ર બહાર પાડનાર: બી.એન.રાજગોર, સંયુક્ત નિયામકશ્રી
કચેરી : ગુ.મા.ઉ.મા.શી. બોર્ડ, ગાંધીનગર
શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના વિષય માળખામાં ફેરફાર અંગે તા: ૩૦-૦૩-૨૦૧૯ના રોજ જાણ કરવામાં આવેલ છે. જેમાં નીચે પ્રમાણે સુધારા કરવામાં આવે છે:
જે જૂથના વિષયો રદ્દ કરવામાં આવેલ છે તે વિષયો શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધો. ૧૧માં પસંદ કરી શકાશે નહી. પરંતુ જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં ઉક્ત વિષયો પસંદ કરેલ છે ફક્ત તે જ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦માં ધો. ૧૨ માં આ વિષયો પસંદ કરી શકશે.
ઓફિસીયલ પરિપત્ર : ડાઉનલોડ કરો