Mohini Ekadashi



મોહિની એકાદશી
મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે, એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું.
મોહિની એકાદશીનું ફળ:
વશિષ્જી કહે છેઃ શ્રીરામ ! મુનિના વચનો સાંભળીને ધૃષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઇ ગયું. એણે કૌન્ડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ ! વ્રતના પાલનથી નિષ્પાપ થઇ ગયો અને દિવ્યદેહ ધારણ કરીને ગરુડપર આરુઢ થઇને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું ઉપયોગી છે. વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે.
સંપૂર્ણ વ્રત કથા : ડાઉનલોડ કરો