Board Meeting For Science



ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડની ખાસ સામાન્ય સભા
બોર્ડની ખાસ સામાન્ય સભા
પત્ર બહાર પાડનાર: ડૉ. પ્રિયવદન કોરાટ
હોદ્દો : સભ્યશ્રી, ગુ.મા. અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સભ્ય એવા શ્રી ડૉ. પ્રિયવદન કોરાટ સાહેબે બોર્ડ સભ્યોની ખાસ સામાન્ય સભા બોલાવવા બાબતે ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષશ્રીને પત્ર પાઠવ્યો છે. જેમાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ બાબતે મહત્વના બે મુદ્દાઓ પર ચર્ચા કરવાનું આયોજન છે.
૦૧) માર્ચ ૨૦૧૯મા લેવાયેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટને અનુરૂપ ન હતું, ટ્વીસ્ત કરીને અઘરું પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યું હતું. જેને કારણે રાજ્યના લાખો પરીક્ષાર્થીઓની કારકિર્દીને નુકશાન થયેલ છે. (માહિતી કેતનસરની વેબસાઇટ પરથી લેવામાં આવી છે) આ અંગે જવાબદારી કોની? જવાબદારી નક્કી કરી પગલાં ભરવા બાબત અને પ્રશ્નપત્ર સંબંધિત માપદંડ નક્કી કરવામાં બાબત.
૦૨) માર્ચ ૨૦૧૯માં લેવાયેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં નાપાસ થનારની પૂરક પરીક્ષા એક વિષયની લેવાનું શિક્ષણ બોર્ડે જાહેર કરેલ છે, ગત વર્ષે બે વિષયની પૂરક પરીક્ષા લીધેલ હતી, આ વર્ષે એક વિષયની કેમ? કોને નિર્ણય કર્યો? ચર્ચા વિચારણા કરી બે વિષયની પૂરક પરીક્ષા લેવા બાબત.
આ બાબતનો બોર્ડના સભ્યશ્રીનો પત્ર : ડાઉનલોડ કરો

અમારા વિશિષ્ટ વોટ્સએપ ગૃપમાં જોડાવા સંપર્ક કરો
કેતનસર : ૯૮૭૯ ૩૯ ૩૯ ૭૨